સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાધીવાડ ગામમાં એક યુવકને પોલીસે સામાન્ય બાબતે અટકાયત કરી પોલીસ મથકે લાવી હતી. યુવકના જણાવ્યા અનુસાર પોલીસે અત્યાચાર કર્યો હતો.
સામાન્ય બાબતે પોલીસે ઢોર માર માર્યો હતો જેના પગલે યુવકને સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. યુવક ઉપર પોલીસે કરેલા અત્યાચાર સ્વરૂપ શરીર ઉપર નિશાન દેખાયા હતા જેના પગલે યુવકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં પણ પોલીસ પ્રત્યે રોષ પેદા થયો છે. જોકે યુવકને ચોક્કસ કયા બાબતની તપાસ માટે લવાયો છે તે હજી જાણી શકાયું નથી. પરંતુ પોલીસે કરેલા અત્યાચાર યુવકના શરીર ઉપર સ્પષ્ટપણે જોઇ શકાય તેમ છે.
સામાન્ય બાબતે યુવક પર કરાયેલા અત્યાચાર મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ બયાન આપવામાં આવ્યું નથી. જિલ્લા પોલીસ વડા દ્વારા આવા અત્યાચાર સામે પગલા લેવામાં આવે તે જરૂરી છે. જો કે આવું ક્યારેય બનશે તો સમય બતાવશે.