- સાબરકાંઠા ઇડરમાં લાગેલ આગનું કારણ અકબંધ
- આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
- ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો
સાબરકાંઠા: ઇડરમાં દિવાળીના ફટાકડા (diwali crackers) મારફટ અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સૌથી મહત્વની બાબત એ છે કે હાઈવે ઉપર ઊભેલી ગાડીમાં અચાનક આગ (fire in vehicle) લાગતા ગાડીમાં રહેલ ફટાકડા ફૂટવા લાગ્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે આગ કયા કારણે લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ ઈડર નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
NOC વગર ધમધમતા ફટાકડાના લારી, ગલ્લા સહિતની દુકાનો ખૂબ મોટું જોખમ
એક તરફ સમગ્ર ગુજરાતમાં ફટાકડા વેચાણ માટે સ્થાનિક નગરપાલિકા સહિત વહીવટી તંત્રની પરમિશન જરૂરી બની છે ત્યારે હાલના તબક્કે કોઈપણ પ્રકારની પરમિશન વગર વિદ્યામંદિરમાં રહેલ ફટાકડાની આ લારીવાળા બજાર સ્થાનિક વિસ્તાર માટે ખૂબ મોટું જોખમ બની રહેલ છે.
આ પણ વાંચો: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મંડપ ડેકોરેશનના ગોધાઉનમાં લાગી આગ
તંત્ર ઊંઘતું ઝડપાયું
ઇડરમાં બનેલી ઘટનામાં ઓછા ફટાકડાના પગલે આગ કાબૂમાં આવી શકી છે, ત્યારે આગામી સમયમાં વધુ ફટાકડાથી આગ લાગે તો આસપાસના વિસ્તારમાં પણ ભારે ગભરાટ સર્જાય શકે તેમ છે, આ મામલે હજુ સુધી તંત્ર ઊંઘતું ઝડપાયું છે ત્યારે વહીવટીતંત્રને જાણવાની અને જાગવાની તાતી જરૂરિયાત છે.
આ પણ વાંચો: તામિલનાડુના કલ્લાકુરિચીમાં ફટાકડાની દુકાનમાં લાગી આગ, 6ના મોત, 10 ઈજાગ્રસ્ત