સાબરકાંઠાના ઈડરમાં શનિવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત કરી સ્થાનિક લોકો તેમજ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેમજ પીવાના પાણીની સમસ્યા, ઘાસચારો અને ખાતરના કૌભાંડને લઈને રજૂઆતો સાંભળી હતી.
ઈડર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેલી સમસ્યાઓ માટે વિવિધ સૂચના આપી હતી. તેમજ ઈડરના કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી ઈડરના રતનપુર ગામે પાણીની અને ઘાંસચારાની સમસ્યા સાંભળવા રૂબરૂ મુલાકાત કરશે.