સાબરકાંઠા: નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રાંતિજ નજીક આવેલા તાજપુરી પાસે ગત મોડી રાત્રીએ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જેના પગલે અંદર રહેલા ત્રણ સવારો જીવતા ભડથું થઇ ગયા હતાં. સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા સાત દિવસની અંદર છ અકસ્માતો પૈકી ચાર અકસ્માતના પગલે આગ લાગતાં ૬ વ્યક્તિઓના મોત થયા છે. તેમજ હજુ સુધી અકસ્માતના પગલે આગ લાગવાથી મોત થવાના ચોક્કસ કારણને જાણી શકાયું નથી. ગત રાત્રે થયેલા અકસ્માતમાં હજુ સુધી મૃતકો પૈકી કોઈની ઓળખ થઇ શકી નથી. જો કે, પોલીસે તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ માટે તજવીજ હાથ ધરવાની સાથોસાથ વ્યક્તિ ક્યાં છે, કઈ જગ્યાએ છે, તેની શોધખોળ હાથ ધરી છે.
જો કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી, ત્યારે હાલ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે.