ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર અકસ્માતઃ 1 નું મોત, 2 ઈજાગ્રસ્ત - સાબરકાંઠા ગ્રામીણ ન્યુઝ

સાબરકાંઠામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સરકારી અધિકારીની ગાડીએ બાઈક સવારને ટક્કર મારતા એકનું મોત થયું છે. તેમજ બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે સરકારી અધિકારી ચાલક ગાડી મુકીને ફરાર થઈ જતાં સ્થાનિક વિસ્તારમાં રોષ સર્જાયો છે.

સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર અકસ્માત
સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર અકસ્માત
author img

By

Published : Jan 2, 2021, 7:12 PM IST

  • ઈડર હિંમતનગર હાઈવે ઉપર અકસ્માત
  • સરકારી અધિકારીની ગાડીએ બાઈક ચાલકને લીધો અડફેટે
  • અકસ્માતમાં 1 મોત, 2 ઈજાગ્રસ્ત

સાબરકાંઠાઃ જિલ્લાના હિમતનગર હાઇવે પર સાંજના સમયે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વન વિભાગના અધિકારીના વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા એકનું મોત અને બે લોકોને ઈજા પહોંચી હતી. તેમજ સરકારી અધિકારી ગાડી મુકી ફરાર થઈ ગયો હોવાથી સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી ન થાય તો સ્થાનિક વિસ્તારમાં વિવાદનું કારણ પણ સર્જાઇ શકે છે.

સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર અકસ્માત
સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર અકસ્માત

અકસ્માતની વણજાર યથાવત

સ્થાનિક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં સતત ત્રણ અકસ્માત થતા હાઈવેની આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ સ્થાનિક પોલીસ ચોક્કસ પગલાં લેવામાં નિષ્ફળ રહેતા અકસ્માત યથાવત રહેવાથી લોકોમાં રોષ ફેલાયો છે. જોકે દિનપ્રતિદિન વધતા જતાં અકસ્માત માટે નિરાકરણ શક્ય ન બનતા લોકોની ધીરજનો પણ અંત આવી રહ્યો છે.

વારંવાર અકસ્માત સર્જાવાથી સ્થાનિકોમાં રોષ

ઈડર હિંમતનગર હાઇવે ઉપર છેલ્લા એક સપ્તાહમાં સતત ત્રણ અકસ્માત સર્જાયા છે. આથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી સમયમાં આ મામલે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહિ ન થવાથી સ્થાનિક વિસ્તારના લોકોમાં રોષ વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.