ETV Bharat / state

Sambarkantha News: તલાટી કમ મંત્રી અને સરપંચના પતિ 30 હજારની લાંચ લેતા ઝડપાયા - ACB Trap Sabarkantha talati

સાંબરકાંઠા જિલ્લામાંથી અધિકારી લાંચ લેતા હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં સાંબરકાંઠા પાસે આવેલા પ્રાંતિજ તાલુકાના અધિકારીએ રોકડા 30,000 રૂપિયા લીધા હતા. જેના બદલામાં કામ કરી દેવાનો વાયદો આપ્યો હતો. આ અંગે એક ચોક્કસ ઈનપુટ એસીબી સુધી પહોંચતા કાયદેસરનું એક છટકું ગોઠવાયું હતું. જેમાં લાંચપ્રેમી અધિકારીઓ રંગેહાથ ઝડપાઈ જતા મામલો આખો સામે આવ્યો હતો.

Etv BharatSambarkantha News: તલાટી કમ મંત્રી અને સરપંચના પતિ 30 હજારની લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Mar 5, 2023, 2:13 PM IST

સાંબરકાંઠા: પ્રાંતિજના આમોદરા ગામે ગ્રામપંચાયતના એક વિસ્તારમાં એક ફેકટરીની આકરણી ઓછી કરવા અંગે મામલો અધિકારી સુધી પહોંચ્યો હતો. જેમાં ફરિયાદીએ અધિકારી એવા તલાટી કમ મંત્રી સંધ્યા પરમાર પાસે કામ આવ્યું હતું. ફરિયાદી પાસે આમોદરા ગામે ખેતિ માટેના બિયારણનો એક પ્લાન્ટ છે. જેનું બાંધકામ હવે પૂરૂ થઈ ગયું છે. ગ્રામ પંચાયતની કચેરીમાંથી આકરણી પત્ર લેવાનું હોય છે. જે કામ હેતું ફરિયાદી તલાટી કમ મંત્રી સંધ્યા પરમારને મળ્યા હતા. શરૂઆતમાં પછી આવડો એવું કહી અને બહાના આપીને કામ ઠેલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો સાબરકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

ટેક્સ પેટે પૈસા: બીજી વખત એનો સંપર્ક કરતા ટેક્સ પેટે પૈસા માંગ્યા હતા. એટલું જ નહીં તલાટીએ આકરણી પત્રકમાં ઓછી આકરણી દર્શાવવા તથા બે વર્ષનો બાકી ટેક્સ પેટે પૈસા ભરી દેવા અંગેની વાત કરતા દાળમાં કંઈક કાળું હોવાનું ફરિયાદીને લાગ્યું હતું. રેવન્યુ ટેક્સ પેટે પૈસા ઓછા લેવા માટે રૂપિયા 25000ની રકમ માંગી લીધી હતી. પણ ફરિયાદી આ રકમ માટે તૈયાર ન થતા લાંચપ્રેમ છતો થયો હતો. આ પછી ફરિયાદીએ એસીબી કચેરીનો સંપર્ક કરીને સમગ્ર કેસ કહ્યો હતો. જેમાં એસીબીની ટીમે એક ચોક્કસ યોજના તૈયાર કરીને એક છટકું ગોઠવી નાંખ્યું હતું. જેમાં અધિકારી રંગેહાથ પકડાઈ ગઈ હતી.

આ પણ વાંચો સાબરકાંઠાના હાથમતી જળાશયમાં પાણી લીકેજ હોવાની અફવાને લઇ સ્થાનિકોમાં ભય

પ્લાન તૈયાર કરવામાં આવ્યો: શનિવારે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં તલાટી તેમજ સરપંચના પતિ નટવર ચમારના સાથે મળી વધારાના પૈસાની માંગ કરતા હતા. એ અંગે 30,000 રૂપિયાની રકમ નક્કી થઈ હતી. આ માટે બન્ને આરોપીએ હાથ મિલાવી લીધા હતા. જ્યારે વાતચીત કરીને મામલો ઉકેલવાની તૈયારી કરતા હતા એ સમયે એમને એસીબીની ટીમે પકડી પાડ્યા હતા. આ કેસમાં એસીબીએ બન્નેને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે સરપંચના પતિ તેમજ તલાટીની વધારે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.