- સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં કકળાટ યથાવત
- પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત 50 લોકો ભાજપમાં જોડાયા
- વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત ભાજપમાં જોડાય
સાબરકાંઠા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મામલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 50થી વધારે કાર્યકર્તા હોવાથી રાજીનામા ધરી કેસરિયો ધારણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપી છે તો ભાજપ ગેલમાં આવ્યું છે.
વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે ઉમેદવારોની આવન-જાવન યથાવત રહેતી હોય છે. જો કે, ચૂંટણી સમયે શરૂ થયેલી આવન-જાવન ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પણ યથાવત રહેશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન જયેશભાઇ પટેલ સહિત કડોલી બેઠકના અંકિત પટેલ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતો ભાજપની બને તે માટે કમર કસવાની વાત કરી છે. જો કે, સૌથી નોંધનીય બાબત છે કે, કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ન મળતા ભાજપ સાથે જોડાયેલા અગ્રણીઓનું માનવું છે કે, ભારતના વડાપ્રધાન દ્બારા વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત તેઓ આજથી ભાજપમાં જોડાયા છે .જો કે, જોવું એ રહે છે કે આગામી સમયમાં પરસ્પર વિરોધી વિચારધારા અપનાવનારા નેતાઓને સ્થાનિક લોકો કેટલો આવકાર આપે છે.