ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું - આમ આદમી પાર્ટીના અગ્રણી રામ ધડુક પર હુમલો

સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પાર્ટીના અગ્રણી ઉપર થયેલા હુમલાના વિરોધમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

author img

By

Published : Jul 10, 2020, 5:17 PM IST

સાબરકાંઠા: એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોના કહેરથી દિન-પ્રતિદિન હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ જ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અગ્રણી ઉપર ગતરોજ અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. જેના પગલે શુક્રવારે ગુજરાતના તમામ જિલ્લા કલેકટર કચેરી ઉપર આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. તેમજ આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીના રામ ધડુક સુરતના પ્રભારી તરીકે કામ કરે છે. ગત રોજ સુરતના યોગીચોક પાસે અસામાજિક તત્વો દ્વારા તેમના પર હુમલો કરાતા તેઓ ઘાયલ થયા હતા. જેના પગલે ગુજરાતના તમામ 33 જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે આ હુમલો ભાજપ પ્રેરિત છે, સાથોસાથ ભાજપ દ્વારા અસામાજીક તત્વોને બચાવવાનો પ્રયાસ કરાતો હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેથી આ મામલે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

જોકે રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા હોય છે તે સામાન્ય બાબત છે.સુરતમાં અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર ગુજરાત કક્ષાએ શુક્રવારે આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે ઠોસ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.