ETV Bharat / state

હિંમતનગરના નોખી ગામે યુવકે કરી આત્મહત્યા, કારણ અકબંધ - Young man's suicide

સાબરકાંઠાના હિંમતનગરના નોખી ગામે અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. તેમજ યુવકે ક્યાં કારણસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી તેમ જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

હિંમતનગરના નોખી ગામે અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરી

author img

By

Published : Jan 7, 2021, 5:24 PM IST

  • હિંમતનગરના નોખી ગામે યુવકે કરી આત્મહત્યા
  • સમગ્ર ગામમાં શોકનો માહોલ
  • પોલીસ તપાસ શરૂકરી

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાં નોખી ગામે અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. તેમજ યુવકે ક્યાં કારણસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી તેમ જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મોતનું કારણ અકબંધ

હિંમતનગરના નોખી ગામમે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ગાંભોઈના સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો. તેમજ પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. સાથો-સાથ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

સ્થાનિકો માટે સૌથી ચર્ચાસ્પદ સવાલ

નોખી ગામે અગમ્ય કારણસર યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. તેમજ સ્થાનિકો માટે સૌથી ચર્ચાસ્પદ સવાલએ છે કે, યુવકના મોત માટે એવું ક્યું કારણ જવાબદાર બની શકે તેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવી પડે જોકે હજી સુધી આમ તો ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ નાનકડા ગામમાં યુવકના અચાનક મોતને પગલે સમગ્ર ગામમાં શોક છવાયો હતો.

હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ બાદ જણાશે

જોકે અચાનક યુવકના આત્મહત્યા કર્યાના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના આત્મહત્યા કરવા પાછળ કયું કારણ જવાબદાર હતું. તેની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસે યુવકના મૃતદેહને તારી તેના પોસ્ટમોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપ્યો હતો. સાથો-સાથ પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં હત્યા કે, આત્મહત્યા વચ્ચે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ પરિવારજનોને શપવામા આવશે ત્યારે આગામી સમયમાં આખરી સત્ય શું એ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.