ETV Bharat / state

હિંમતનગર નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ ઘટના સ્થળે - The body was found near Gadhoda

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક સોમવારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

-himmatnagar
હિંમતનગર નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ ઘટના સ્થળે
author img

By

Published : Jul 13, 2020, 7:04 PM IST

સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક સોમવારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગરના ગઢોડા નજીક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, સ્થાનિકોને જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

-himmatnagar
હિંમતનગર નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ ઘટના સ્થળે

જો કે હજુ સુધી મૃતક યુવતી કોણ છે, તેમજ કયા સંજોગોમાં કઈ રીતે તેનું મૃત્યુ થયું છે તે જાણી શકાયું નથી. પોલીસે પણ આ મામલે તેના પરિવારજનો સુધી પહોંચવા માટે સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને હજુ સુધી કોઈ ઠોસ જાણકારી મળી શકી નથી. પોલીસ આગામી સમયમાં મૃતદેહ મામલે કેટલા અને કેવા ખુલાસા કરે છે તે પણ મહત્વના બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.