ETV Bharat / state

મગફળી વેચનારા સાબરકાંઠાના ખેડૂતો માટે કપરો સમય

સાબરકાંઠાઃ ચાલુ વર્ષે 150 ટકાથી વધુ વરસાદ થવાના પગલે મગફળી કરનારા ખેડૂતો માટે ઓછા પાકના પગલે ભાવ વધ્યો છે. ત્યારે હાલમાં મહામૂલો પાક વેચવા માટે ખેડૂતોએ હાલમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે રાતા પાણીએ રડવાનો સમય હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

A tough time for peanut farmers
author img

By

Published : Oct 15, 2019, 5:42 PM IST

છેલ્લા પાંચ દિવસથી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદવાની શરૂઆત થઈ છે. ઊંચા ભાવ કરવાની સાથે સતત વરસાદમાંથી છુટકારો મળ્યા બાદ, ખેડૂતો એક સાથે મગફળીનો પાક લાવતા હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીથી ભરાઈ ચુક્યું છે, અપૂરતી અને અધૂરી વ્યવસ્થાને પગલે ખેડૂતો છેલ્લા બે દિવસથી ટ્રેક્ટર્સની લાઇન લગાવી પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે, માર્કેટ યાર્ડ સહિત સમગ્ર વહીવટીતંત્ર ખેડૂતોની આ સ્થિતિને પહોંચી વળવા અસમર્થ હોવાને લીધે, ખેડૂતોને કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતા ખેડૂતોમાં રોષ પેદા થયો છે.

બે દિવસથી ટ્રેક્ટર્સની લાઇન લગાવી પોતાના નંબરની રાહ જોતા ખેડૂતો

ત્રણ દિવસમાં મગફળીનો ભાવ 300થી 400 રૂપિયા તૂટી જતા ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ 1018 કરાયો છે, મગફળીનો પાક ઓછો હોવાના પગલે આ વખતે શરૂઆતથી જ ભાવ 1400થી વધુ રહ્યો હતો. પરંતુ ભાવ ત્રણ દિવસમાં 1050ની આસપાસ થઇ જતા, ખેડૂતોમાં નિરાશ થયા છે. એક બાજુ ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદને પગલે પાક ઓછો થયો તો બીજી તરફ માત્ર ત્રણ દિવસની અંદર ભાવમાં ધરખમ ઘટાડો થતા, આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એમાંથી બહાર આવવા માટે રાજ્ય સરકાર સામે વિશેષ પેકેજની પણ માંગ કરાઈ રહી છે.

જોકે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ભાવ પહેલેથી જાહેર કરી દેવાયાના પગલે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહાય ન મળવાનું લગભગ નક્કી છે. ત્યારે ખેડુતો વિશેષ પેકેજની આશા સાથે ભાવમાં સ્થિરતા આવે તેવી માગ કરી રહ્યા છે. આ માગ ક્યારે અને કેવી રીતે સંતોષાશે એ તો આવનારો સમય બતાવશે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે દોઢસો ટકાથી વધુ વરસાદ થવાના પગલે મગફળી કરનારા ખેડૂતો માટે ઓછા પાકના પગલે ભાવ વધ્યો છે ત્યારે હાલમાં મહામૂલો પાક વેચવા માટે ખેડૂતોએ હાલમાં હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે રાતા પાણીએ રડવાનો સમય હોય તેવી સ્થિતિ ઉભી થઇ છેBody:
સાબરકાંઠા જિલ્લામાં પાછલા પાંચ દિવસથી માર્કેટયાર્ડ ખાતે મગફરી ખરીદવાની શરૂઆત થઈ છે.જોકે ઊંચા ભાવ કરવાની સાથોસાથ સતત વરસાદમાં થી છુટકારો મળ્યા બાદ ખેડૂતોએ એકસાથે મગફળી નો પાક લેતા હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીના પાક થી ઉબલી ચુકી છે જોકે અપૂરતી અને અધૂરી વ્યવસ્થાને પગલે ખેડૂતો છેલ્લા બે દિવસથી ટ્રેક્ટર ઓની લાઇન લગાવી પોતાના નંબર ની રાહ જોઈ રહ્યા છે ત્યારે માર્કેટ યાર્ડ સહિત સમગ્ર વહીવટીતંત્ર ખેડૂતોની આ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાની સાથે સાથે કોઈ પણ પ્રકારની સુવિધા ન આપતા ખેડૂતોમાં રોષ પેદા થયો છે સાથોસાથ છેલ્લા ત્રણ દિવસમાં મગફળી નો ભાવ 300 થી 400 રૂપિયા તૂટી જતા નિરાશા પણ જોવા મળી રહી છે જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ 1018 કરાયો હોવા છતાં મગફળીનો પાક ઓછો હોવાના પગલે આ વખતે શરૂઆતથી જ ભાવ ૧૪૦૦ થી વધુ રહેવા પામ્યો હતો પરંતુ આજે ભાવ ત્રણ દિવસમાં 1050 ની આસપાસ થઇ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે એક બાજુ ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદને પગલે પાક ઓછો થયો તો બીજી તરફ માત્ર ત્રણ દિવસની અંદર ભાવમાં ધરખમ ઘટાડો થતા આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે એમાંથી બહાર આવવા માટે રાજ્ય સરકાર સામે વિશેષ પેકેજની પણ માંગ કરી રહી છે

બાઈટ_ખેડૂત
બાઈટ ખેડૂત
બાઈક ખેડૂત
Conclusion:જોકે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ભાવ પહેલેથી જ જાહેર કરી દેવાયાના પગલે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહાય ન મળવાનું લગભગ નક્કી છે ત્યારે વિશેષ પેકેજની આશા સાથે ભાવમાં સ્થિરતા આવે તેવી માંગ કરી રહી છે જોકે આમાં ક્યારે અને કેવી રીતે સંતોષાશે એ તો આવનારો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.