ETV Bharat / state

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - સાબરકાંઠા જિલ્લા કલેકટર

આગામી સપ્તાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તંત્રની તૈયારીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ચુસ્ત આચારસંહિતાનો અમલ થાય તે અંગે જાણકારી આપી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
author img

By

Published : Feb 24, 2021, 4:37 PM IST

  • સાબરકાંઠા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ
  • 5000થી વધારે આરોપીઓની અટકાયત
  • આદર્શ આચારસંહિતા અમલી બનાવવા તંત્ર કટિબંદ્ધ

સાબરકાંઠા : જિલ્લાની બે નગરપાલિકા, 8 તાલુકા પંચાયત તેમજ 1 જિલ્લા પંચાયત માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રની તૈયારીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના 1100થી વધારે મતદાન મથકો પર કોરોના ગાઇડલાઇન અંતર્ગત માસ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઈઝરની પૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ

આ સાથ સાબરકાંઠા જિલ્લાના 9 લાખથી વધારે મતદારો માટે 15 લાખ જેટલા હેન્ડ ગ્લોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તમામ મતદારોને હેન્ડ ગ્લોઝ આધારિત મતદાન કરવા પ્રેરિત કરાશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ચૂંટણી વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 હજારથી વધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા જિલ્લાની 16 ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાનું સતત પેટ્રોલિંગ આ સમયગાળા દરમિયાન યથાવત રહેશે, ત્યારે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાતી ચૂંટણી દરમિયાન સૌ કોઈ મતદારો મુક્ત મને મતદાન કરી શકે, તે માટે તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.