- નાદરી ગામે દીપડો દેખાયો
- ગામલોકોમાં ભયનો માહોલ
- મહિવાડા ગામે દિપડાએ ખેડૂત ઉપર કર્યો હતો હુમલો
સાબરકાંઠાઃ જિલ્લામાં વડાલી નજીક આવેલા નાદરી ગામ પાસેની સીમ વિસ્તારમાં ગુફામાંથી દીપડાએ દેખા દેતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. તાજેતરમાંં માહી વાળામાં આવેલા દીપડાના મુદ્દે વન વિભાગે પાંજરા ગોઠવી સંતોષ મેળવ્યો છે. ત્યારે વડાલી તાલુકામાં પણ દિપડાએ દેખા દેતા ઇડર વડાલીના ગ્રામીણ વિસ્તારના પશુપાલકો ખેડૂતોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સાથે સાથે વન વિભાગને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી, જેના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.
વધુ એક દિપડાએ દેખા દીધી
તાજેતરમાં ઇડરના મહીવાલ ગામે દિપડાએ દેખા દીધા બાદ રવિવારે વડાલી નાદરી વિસ્તારની સીમમાં દિપડાએ દેખા દેતા સમગ્ર ગ્રામીણ વિસ્તારમાં ભય પેદા થયો છે. જોકે આ મામલે હજુ સુધી વનવિભાગ દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. તેમજ સ્થાનિક વિસ્તારમાં ચોક્કસ પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ભયનો માહોલ યથાવત રહે તેવી પરિસ્થિતિ છે. સાથોસાથ કિસાન તેમ જ પશુપાલકો માટે પણ આગામી સમયમાં સીમમાં જવું ભય જનક બની શકે તેમ છે.
વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને ઝડપી લેવા જરૂરી
છેલ્લા બે દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ હિંસક પ્રાણી ગણાતા દીપડાએ દેખા દીધી છે. મહીવાલ ગામના ખેડૂત ઉપર હુમલો કર્યાના પગલે ગંભીર રૂપે ઘાયલ થવાની સાથોસાથ રવિવારે પણ વડાલીના નાદરી ગામે દિપડાએ દેખા દીધી છે. જેના પગલે હજુ ચોક્કસ કાર્યવાહી થઈ શકી નથી. ત્યારે સ્થાનિકોના મતે તાત્કાલિક ધોરણે વન વિભાગે પાંજરા ગોઠવી બંને દીપડાને ઝડપી લેવા જરૂરી છે.