સાબરકાંઠાઃ વિજયનગર કણાદર ગામે બે દિવસ અગાઉ એક દીપડાએ જંગલમાં મહુડા લેવા ગયેલી મહિલાઓ પર હુમલો કરી મોત નિપજાવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ હતી. તેમજ વનવિભાગે આ મામલે ગંભીરતા દાખવી એકસાથે આ વિસ્તારમાં ચાર પાંજરા ગોઠવ્યા હતા. જેમાં ગત રાત્રિએ એક પાંજરામાં દીપડો કેદ થયો હોવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે દીપડાને ઝડપી લેવા માટે પાંજરામાં મારણ રાખી દીપડાને ઝડપી લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. વિજયનગર વિસ્તારમાં એક સાથે અલગ અલગ ચાર જગ્યાએ દીપડાને ઝડપી લેવાના પાંજરા ગોઠવાયા હતા. તેમજ વન વિભાગના અધિકારીઓની સાથે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પણ ખડેપગે હાજર રહી હતી. જેના પગલે ગત રાત્રિએ સ્થાનિક મહિલાઓ પર હુમલો કરનાર દીપડો આબાદ ઝડપાયો હતો. જો કે હજુ આ વિસ્તારમાં એકથી વધુ દીપડા હોવાની વાતને પગલે ત્રણ પાંજરા યથાવત રાખવામાં આવ્યા છે.
જો કે, વનવિભાગે દાખવેલી પગે એક દીપડો પાંજરે પુરાયો છે .તેમજ આગામી સમયમાં જિલ્લામાં અન્ય રખડતા માનવભક્ષી દીપડાને ઝડપી લેવા માટે તત્પરતા દાખવે તો વધુ દીપડા ઝડપાયા શકે તેવી પૂરી સંભાવના છે, ત્યારે જિલ્લાની અન્ય ઘટનાઓમાં વન વિભાગ સહિત વહિવટી તંત્ર કેટલું જાગૃત બની રહે છે.