- સાબરકાંઠા જિલ્લામાં કોરોના પેશન્ટ માટે 200 બેડની વ્યવસ્થા કરાઈ
- સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે વ્યવસ્થા સામે 400 બેડ તૈયાર કરાયા
- ખેડબ્રહ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડ ની જગ્યાએ 60 બેડની હોસ્પિટલ તૈયાર
સાબરકાંઠા : જિલ્લા વહીવટીતંત્ર અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ એક્શન મૂડમાં આવી ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના પેશન્ટ માટે 200 બેડની વ્યવસ્થા કરાઈ હતી. જોકે, વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લેતા ડબલથી વધારે બેડની વ્યવસ્થા અત્યારથી જ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે વ્યવસ્થા સામે 400 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમ જ ખેડબ્રહ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડ ની જગ્યાએ 60 બેડની હોસ્પિટલ તૈયાર કરાઇ છે
આ પણ વાંચો : જૂનાગઢમાં વધુ 100 બેડની અસ્થાયી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ
અધિકારીઓને તમામ તાલુકાઓની વિવિધ જવાબદારીઓ પણ અપાશે
સાબરકાંઠા જિલ્લામાં તમામ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. જિલ્લાની સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતીઓ પર રોક લગાવી કોરોના સંક્રમણને ઉતારવાનો પ્રયાસ કરાયો છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને તમામ તાલુકાઓની વિવિધ જવાબદારીઓ પણ આપવામાં આવશે. આગામી સમયમાં અધિકારીઓની દેખરેખ હેઠળ કોરોના વેક્સિન સહિત ટેસ્ટિંગ અને કન્ટેન્મેન્ટ ઝોન અંગે ગાઈડલાઈન અનુસાર કામગીરી થઇ શકે છે.
આ પણ વાંચો : એક સપ્તાહમાં ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત