- તલોદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ
- નાયબ મામલતદાર સહિત પાંચ કર્મચારી કોરોના ગ્રસ્ત
- કોરોના મામલે નક્કર પગલા લેવાની જરૂરિયાત
સાબરકાંઠા : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે સાબરકાંઠાના તલોદ મામલતદાર કચેરીમાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા મામલતદાર કચેરીમાં હડકંપ સર્જાયો છે. જો કે મામલતદાર કચેરીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ તમામ કર્મચારીઓની સારવાર શરૂ કરાઇ છે, તેમજ અન્ય કર્મચારીઓના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - સાબરકાંઠામાં કોરોનાનો વધતો કહેર, મોટાભાગની હોસ્પિટલ થઈ ફુલ
એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વ સહિત ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના તલોદ મામલતદાર કચેરીમાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, બાકી રહેલા કર્મચારીઓને પણ કોરોના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ છેલ્લા કેટલાક સમયથી સંપર્કો આવેલા લોકોને પણ આ મામલે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે નાયબ મામલતદાર સહિત સ્થાનીય તલાટી કમ મંત્રીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જેના પગલે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીમાં આ લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે.
આ પણ વાંચો - સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે