ETV Bharat / state

સાબરકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ, જાણો કોને કેટલી બેઠક મળી?

સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની પ્રથમ ટર્મ પૂરી થતા બીજા ટર્મ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામી હતી. જેમાં તલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ સફળ રહી છે. જો કે, ખેડબ્રહ્મામાં ભાજપ પાસેથી સત્તા કોંગ્રેસ દ્વારા આંચકી લેવાઇ છે. જ્યારે ઇડર નગરપાલિકામાં ભાજપની સત્તા યથાવત રહેવા પામી છે.

સાબરકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ
સાબરકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ
author img

By

Published : Aug 24, 2020, 10:28 PM IST

સાબરકાંઠા: જિલ્લાના 3 નગરપાલિકાઓની બીજા ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના 14-14 સભ્યો હતા. જેમાં સોમવારે નગરપાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેના પગલે કોંગ્રેસના સાગરભાઇ પટેલ પ્રમુખ તેમજ જીગ્નેશભાઈ જોશીનું ઉપપ્રમુખ તરીકે વિજય થયો હતો. કોંગ્રેસ દ્વારા ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં સફળ રહી હતી.

સાબરકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ
સાબરકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ

નગરપાલિકા : ખેડબ્રહ્મા

પક્ષ : કોંગ્રેસ

પ્રમુખ : સાગર પટેલ

ઉપપ્રમુખ : જીગ્નેશ જોશી

નગરપાલિકા : તલોદ

પક્ષ : ભાજપ

પ્રમુખ : દક્ષા ઝાલા

ઉપપ્રમુખ : ઋતુલ પટેલ

નગર નગરપાલિકા : ઇડર

પક્ષ : ભાજપ(સર્વાનુમતે વરણી)

પ્રમુખ : જયસિંહ કવર

ઉપપ્રમુખ : ફાલ્ગુની ભાવસાર

તલોદમાં કોંગ્રેસ સત્તા સ્થાને હતી, પરંતુ બીજા ટર્મની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરી ભાજપમાં જોડાયા હતા. સોમવારે તલોદ નગરપાલિકાની બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે દક્ષાબેન ઝાલા તેમજ ઉપપ્રમુખ ઋતુલ પટેલ તરીકે ચૂંટાયા હતા.

ઇડરમાં ભાજપ સામે કોંગ્રેસ ઓછી બેઠકો હોવાના પગલે ભાજપની સત્તા યથાવત રહી હતી. જેમાં ઇડર નગરપાલિકા પ્રમુખ તરીકે જયસિંહ કવર તેમજ ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભાવસારની સર્વાનુમતે વરણી કરાઈ છે.

ભાજપ માટે 3 પાલિકાઓ પૈકી બે પાલિકાઓમાં શાસન ટકાવી રાખવામાં સફળતા મળી છે. તો કોંગ્રેસને તલોદમાં ગુમાવેલી સત્તા ખેડબ્રહ્મા થકી મેળવવામાં સફળ રહી છે. ત્યારે આગામી સમયમાં પાલિકાઓની હારજીત કેટલી સરળ અને સફળ રહેશે એ તો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.