આ શિક્ષણ સંસ્થાને ભારતની ખ્યાતનામ વાઘ-બકરી ગ્રૂપ તેમજ અનેરા વિશ્વમંગલમ્ સંસ્થા દ્વારા વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે, રવિવારે ખુલ્લા મુકાયેલા આ વિદ્યા સંકુલોમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતની પણ સવલત મળી રહે તે ઉદ્દેશથી બનાવાયા છે. જેમાં ભારતની વાઘ-બકરી ગ્રુપના અગ્રણીઓ, ગુજરાતના ખ્યાતનામ લેખક અને પદ્મશ્રી એવોર્ડ સન્માનિત રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાને અનુદાન આપનારા નાના-મોટા તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તમામ શિક્ષકોને કામે લાગવાની હાકલ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધારે શિક્ષકોની ભેટ આપવામાં આવી છે. તેમજ અત્યારના સમયમાં પણ 1 હજારથી વધારે વિદ્યાર્થીઓ નિયમિત પણે શિક્ષણ જગતમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, રવિવારથી શરૂ થયેલ વધુ બે સંસ્થા દ્વારા 300થી વધારે વિદ્યાર્થીઓને વધુ સવલત મળી રહેશે. સાથે જ ઉચ્ચ શિક્ષણની અને વર્તમાન પ્રવાહની પૂર્ણ જાણકારી પ્રાપ્ત થઇ શકશે. જેથી સંસ્થાના વિદ્યાર્થીઓ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરી શકશે.