ETV Bharat / state

સાબરકાંઠાના વિજયનગરમાં બાળલગ્નને અટકાવતી 181 અભયમની ટીમ - banaskantha news

સાબરકાંઠાના વિજયનગરમાં થઈ રહેલા બાળલગ્ન મામલે 181 અભયમની ટીમને જાણ કરાતા તેને બન્ને પક્ષોને સમજાવી લગ્ન અટકાવ્યા હતા. તેમજ માફીપત્ર લખાવવામાં આવ્યો હતો. અને લીલા તોરણે જાન પરત ફરી હતી.

સાબરકાંઠાના વિજયનગરમાં બાળલગ્નને અટકાવતી 181 અભયમની ટીમ

author img

By

Published : May 22, 2021, 9:14 PM IST

  • સાબરકાંઠાના વિજયનગરનો બનાવ
  • બાળ લગ્ન અટકાવયા
  • 181 અભયમની ટીમ બાળલગ્નને અટકાવવામાં આવ્યાં
  • જાન લીલા તોરણે પરત ફરી હતી

સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગરમાં 181ની અભ્યમ ટીમ દ્વારા એક બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. જેમાં તાલુકાના એક ગામમાં બાળલગ્નની જાણ 181 અભ્યમને કરાઈ હતી. જેના પગલે 181 અભ્યમે ઘટનાસ્થળે પહોંચી વર અને કન્યા પક્ષના પરિવારજનોને સમજાવ્યા હતા. તેમજ સમજાવટ બાદ બન્ને પક્ષને બાહેંધરી પત્ર લખાવી બાળલગ્ન રોકાવ્યા હતા. જેના પગલે જાન લીલા તોરણે પરત ફરી હતી.

આ પણ વાંચોઃ પોરબંદરના એક ગામે સમાજ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા

181 અભયમની ટીમે બન્ને પરિવારોને સમજાવ્યા

સામાન્ય રીતે સમાજજીવનમાં આજની તારીખે પણ પરંપરાગત જીવન જીવનારા લોકો માટે બાળલગ્ન એ સહજ બાબત છે. જોકે સાબરકાંઠાના વિજયનગરના એક ગામમાં 181 અભયમની ટીમને બાળલગ્ન મામલે જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ બન્ને પરિવારોને સમજાવ્યા હતા. બન્ને પરિવારો સાથે સમજાવટ કર્યા બાદ માફીપત્ર લખાવ્યા હતા અને જાનને પરત મોકલી હતી.

જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન

બાળ લગ્ન થઇ રહ્યા હોવાની જાણ 181 અભયમની ટીમને થતાં સાબરકાંઠા વિજયનગર તાલુકાના ગામમાં બન્ને પરિવારોની મુલાકાત કરી હતી. તેમજ પરણવા આવેલા વરરાજા સહિત જાનૈયાઓ અને કન્યાપક્ષના વડીલો સાથે સમજાવટ કરી લગ્નના પગલે ઉભી થતી સામાજિક સમસ્યાઓની રજૂઆત કરી હતી. જોકે બન્ને પરિવારોએ માફીપત્ર પણ લખ્યા હતા તેમજ પરણવા આવેલા વરરાજા સહિત જાન લીલા તોરણે પરત ફરી હતી. જેથી આ ઘટના જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં 'બાળલગ્ન નાબૂદી અભિયાન' અંતર્ગત 14 બાળલગ્નો અટકાવાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.