રાજકોટ : રાજકોટ જિલ્લાના અનિડા વાછરા ગામમાં હાલ પવનચક્કી નાખવામાં આવી રહી છે. ત્યારે આ પવનચક્કી નાખવાની લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેને પગલે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. ગ્રામજનોએ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી પણ યોજી હતી અને આકરો વિરોધ પણ કર્યો હતો.
પવનચક્કીના કારણે ખેતીની જમીનને નુકસાન : અનિડા ગામના રહેવાસી હીના મણવરે જણાવ્યું હતું કે, અમારું આખું ગામ ખેતી જ કરે છે, જ્યારે ગામમાં કોઈ અન્ય વ્યવસાય નથી. ત્યારે અમારા ગામ ખાતે સુઝલોન કંપનીના લોકો પવનચક્કી ઉભી કરવા માટે આવ્યા છે. જ્યારે ખરેખરમાં આ સુઝલોન કંપનીના માણસો આવતા નથી, પરંતુ તેમના દ્વારા રાખવામાં આવેલા ભાડૂતી માણસો આવે છે અને આ માણસો હથિયાર લઈને આવે છે.
આ પણ વાંચો : ઓવર સ્પીડથી ફરતા પવનચક્કીના પાંખ્યા તૂટી પડ્યા દૃશ્યો થયા કેમેરામાં કેદ
પુરુષોને ધાકધમકીઓ આપવામાં આપે અનિડા ગામના રહેવાસી હીના મણવરે વધુમાં જણાવ્યું હતું કે, તેમજ અમારા ગામના પુરુષોને ધાકધમકીઓ આપવામાં આપે છે અને બળજબરીથી ગામમાં પવનચક્કીઓ ઊભી કરવા માંગે છે. જ્યારે અમારા ગ્રામજનોનો સખત પણે આ મામલાનો વિરોધ કરીએ છીએ કે અમારા ગામમાં પવનચક્કી ન જોઈએ, પરંતુ આ લોકો અમારું માનતા નથી. જ્યારે હાલમાં જે જગ્યાએ પવનચક્કી નાખવામાં આવી રહી છે તે જગ્યા પણ ગૌચરની છે.
આ પણ વાંચો : સાંગનારામાં ગ્રામજનોએ ગૌચર જમીન પર પવનચક્કી લગાવવાના વિરોધમાં રેલી કાઢી
હજુ પવનચક્કી નાખવાનું કામ શરૂ કરાયું : રાજકોટ જિલ્લાના અનિડા વાછરા ગામે હજુ તો પવનચક્કી નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામ પૂર્ણ થાય તે પહેલા જ તેનો શખ્સપણ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ અહીંથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે ગયા હતા. જ્યાં આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. જ્યારે પવનચક્કી વિસ્તારમાં નાખવાના કારણે જમીનના પાણીના સ્તર નીચે જશે. આ સાથે જ આ જમીન ગૌચરની હોવાના કારણે ગ્રામજનોના પશુઓ ક્યાં ચરવા જશે તેવા અનેક સવાલો સાથે આજે ગ્રામજનોએ તંત્રની રજૂઆત કરી હતી.