રાજકોટઃ મુખ્યત્વે ખેતીપ્રધાન આર્થિક પ્રવૃતિ પર નિર્ભર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી એ જ જીવનનાં પાયાનો આધાર છે. ગુજરાતને જળ સુરક્ષા આપવાના હેતુથી અને વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છેલ્લા બે વર્ષથી સતત સુજલામ સુફલામ જળ અભિયાન જનભાગીદારીથી શરૂ કરાવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં આ જળસંયચ થકી અનેક સકારાત્મક પરીણામો મળ્યા છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા ચરણનો રાજયમાં પ્રારંભ કરાયો છે. 10મી જુન સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં 3463 ગ્રામ પંચાયતોએ 18,824 કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે. જે અન્વયે 3 લાખ 4 હજાર 756 ગ્રામીણ શ્રમિકો રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે.
રાજકોટ જિલ્લામાં પણ ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર હાલ 80 જેટલા ગામોમાં 119 જેટલા વિકાસ કામો થકી 3354 લોકોને રોજગારી અપાઇ રહી છે. આ કામોમાં સમાજીક વનીકરણ, તળાવ ઉંડું કરવા સહિતના માળખાકીય વિકાસ કામોનો સમાવેશ કરાયો છે.
ઉપલેટા તાલુકાના 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતું ઢાંક ગામ પાસે આવેલા ભિમેશ્વર તળાવને પણ ઉંડુ કરવાનું સુજલામ સુફલામ અભિયાનનું કામ મનરેગા હેઠળ ચાલી રહ્યું છે. જયાં આસપાસના વિસ્તારના 450 જેટલા ગ્રામીણોને રોજગારી મળી રહી છે. ખાસ કરીને લોકડાઉનના કપરા કાળમાં જરૂરિયાતમંદને રોજગારી મળી રહી છે.
જળસંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામીણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક
મુખ્યપ્રધાનના 'સુજલામ સુફલામ' જળ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના અનેક કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેનાથી હાલ આ કપરા સમયમાં જરૂરિયાત મંદને રોજગારી મળી રહી છે.