ETV Bharat / state

ભૂખ્યાની મજૂરોની વ્હારે આવ્યાં વીરપુર પોલીસ અને GRD જવાન... - લોકડાઉન વચ્ચે ભૂખ્યાની મજૂરોની વ્હારે આવ્યાં વીરપુર પોલીસ અને GRD જવાન

લોકડાઉનના કારણે રઝળી પડેલા મજૂરો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે, ત્યારે સ્થાનિકો તંત્ર તેમની વ્હારે આવતું જોવા મળે છે. છેલ્લા બે દિવસથી ભખ્યા મજૂરોની મદદ કરીને વીરપુર પોલીસ અને GRD જવાનોએ માનવતા દાખવી હતી. જે બદલ મજૂરોએ વીરપુર પોલીસનો આભાર માન્યો હતો.

lockdown
lockdown
author img

By

Published : Apr 4, 2020, 8:09 AM IST

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ચુસ્તપણે લોકડાઉનની અમલવારી થઈ રહી છે.

લોકડાઉનને લીધે અનેક પરપ્રાંતીય લોકો જે પોતાની રોજગારી મેળવવા ગુજરાત આવેલા લોકોની હાલત કફોડી બની છે. જેમાં વીરપુરમાં આવેલા રાજુલા તાલુકાના મહિલાઓ, નાના બાળકો સહિત 27 જેટલા મજૂરો જે વીરપુર રેલવેના બ્રિઝની કામગીરી હતા.

આ લોકો હાલ કપરી પરિસ્થતિ પસાર થઈ રહ્યાં છે. તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા. બે દિવસથી ભૂખ્યા હતા, ત્યાં વીરપુર પોલીસ કૉન્સ્ટેબલ મહેશભાઈએ તેમની મદદ કરી હતી. આ વાતની જાણ GRD જવાન ભરત ઠાકોર તેઓ પણ ભૂખ્યા મજૂરોની મદદે આવ્યાં હતાં. મજૂરોને વીરપુર જલારામ મંદિરના સેવકનો કોન્ટેક્ટ કરી જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

આ સાથે વીરપુરમાં સીતારામ સેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી અનાજ કરીયાણાની કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બદલ નિરાધાર મજૂરોએ સેવાભાવી પોલીસ જવાન આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.