વીરપુર: વીરપુરના જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામકથામાં આજે સાતમા દિવસે કથાને સાંભળવા લોકો બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કથાને સાંભવવા ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા તેમજ ગુજરાત ગૌ સેવા આયોગ ચેરમેન ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂજ્ય મોરારીબાપુની રામકથા સાંભળ્યા બાદ આરતીનો પણ લ્હાવો લીધો હતો.