રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા છે. અંદાજીત 15 હજારની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અનુસંધાને તેમજ એ.એસ.પી. સાગર બગમારના માર્ગદર્શન હેઠળ આઈ.સી.પો.ઇન્સ વી.એમ.લગારીયા,પો.સબ. ઇન્સ.આર. એલ.ગોયલ, એ.એસ.આઈ. દેવાયતભાઈ કળોતરા, પો.હેડ કોન્સ. નિલેશ ભાઈ ચાવડા, પો.હેડ કોન્સ. જયંતીભાઈ મજીઠીયા, પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા, દિનેશભાઈ ગોંડલિયા, ગગુભાઈ ચારણ તથા વનરાજભાઈ રગિયા ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન ઉપલેટામાં બગદાદી કોલોની સામે શેરીમાં જુગાર રમતા અલ્તાફભાઈ ઉમેરભાઈ સોરવદી, કરીમભાઈ હનીફભાઇ જગદા, અમીર અબાસભાઈ કોઇચા, તૈયદભાઈ ઓસમાણભાઈ ઘુઘાને રોકડા રૂપિયા 14750 રોકડા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટા પોલીસે 4 જુગારીઓને અંદાજીત 15000 રોકડ સાથે ઝડપ્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા છે. અંદાજીત 15 હજારની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.