રાજકોટ: ગુજરાતભરમાં અન્ય રાજ્યના લાખો શ્રમીક રોજી રોટી કામાવવા આવ્યા છે, ત્યારે હાલ લોકડાઉનના 44 દિવસ થઈ ગયા છે. આ શ્રમિકો પાસે કોઈ કામ ન હોય નવરા બેઠા હોય તેવોની ધીરજ પણ ખૂટી ગઈ છે, ત્યારે જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતા એક શ્રમિકે આત્મહત્યા કરી લીધી હતી.
તાલુકાના GIDC વિસ્તારમાં આવેલા પટેલ ડાઇગ નામના કારખાનામાં કામ કરતા UPના મજુરે આજે બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમના સાથી મજૂરો દ્વારા થયેલી વાતચીત મુજબ લોકડાઉન બાદ આત્મહત્યા કરનારો શ્રમીક પાસે કોઇ કામ ન હોય અને ઘરે નહિ પહોંચી શકે તેવા ડરને હિસાબે અને પટેલ ડાઈંગના માલિક દ્વારા આ શ્રમીકોને ઘરે નહીં જવા દેવા આવતા મજૂરોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
એક તરફ લોકડાઉનના પગલે તમામ કામ ધંધા બંધ છે. પોતાના ઘરથી દુર છે, ત્યારે આ પરિસ્થિતિમાં નાસી પાસ થઈ થયેલા મજૂરો કારખાનાની બહાર પણ આવી રહ્યા છે અને ઘરે નહિ જવા મળે તેવી હતાશામાં હવે આત્મહત્યા તરફ વળી રહ્યા છે, ત્યારે જે જગ્યા એ કામ કરી રહ્યા છે તેવા કારખાનાના માલિકો ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે.