રાજકોટના રેલનગર વિસ્તારમાં અવધ રેસિડન્સીમાં રહેતા વાલ્મિકી પરિવારની બે બહેનો ઘરકામ બાબતે ઝઘડી પડી હતી. જે દરમિયાનમાં મોટી બહેન સેજલ નૈયાએ એક રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે, તેની નાની બહેન કાજલ ઘરના પહેલા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી.
આ સમગ્ર ઘટનામાં મોટી બહેન સેજલનું મોત થયું છે. જ્યારે, નાની બહેન કાજલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. રાજકોટમાં ઘરકામ જેવી સામાન્ય બાબતમાં વાલ્મિકી પરિવારની યુવાન દીકરીનું મોત થવાથી અરેરાટી જોવા મળી રહી છે.