રાજકોટઃ રૂરલ એલ.સી.બી ના PI એમ.એન રાણાના માર્ગદર્શન હેઠળ રહીમભાઈ દલ તથા પ્રવીણભાઈ સાવરીયાને બાતમી મળી હતી કે, એક ટ્રકમાં બહારના રાજ્ય ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે આટકોટ વિસ્તારમાં વોચ રાખી એક ટ્રકમાં વિદેશી દારૂની 600 બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતાં.
600 વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 1.80000 /- એક મોબાઇલ જેની કિંમત રૂપિયા 500 /- ટ્રક કિંમત રૂપિયા 10 00000 /- મળી કુલ 11,80500 નો મુદ્દામાલ એલસીબીના એમ.એન રાણા, પ્રભાતભાઈ બાલાસરા રહીમભાઈ દલ, પ્રવીણભાઈ સાવરીયા, મેહુલભાઈ બારોટ, જયપાલસિંહ ઝાલાએ જપ્ત કર્યો હતો.