આગામી દિવસોમાં પણ સ્પાઈસ જેટ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારને રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. આ માગ પૂરી થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ વિમાન સેવાનો લાભ મળશે.