ETV Bharat / state

રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયા - bike

રાજકોટઃ શહેર ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બન્ને ઈસમો પાસેથી ક્રાઇમબ્રાન્ચને ચોરાઉ મોટરસાયકલ પણ મળી આવ્યું છે. રહેમાન ઇસ્માઇલ મિયાણા અને શબ્બીર કુરેશી નામના બન્ને ઈસમોને ક્રાઇમબ્રાન્ચે જામનગર રોડ પરથી ઝડપી પાડ્યા હતા. જેમને પૂછપરછ દરમિયાન કબૂલાત આપી હતી કે, તેઓએ શહેરના પટેલનગરમાંથી આ મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી.

આરોપી
author img

By

Published : May 14, 2019, 2:48 AM IST

રંગીલા રાજકોટમાં વાહનચોરો બેફામ બન્યા છે ત્યારે રાજકોટના પટેલનગર વિસ્તારમાંથી પાંચથી છ દિવસ પહેલા અજાણ્યા ઈસમો દ્વારા મોટરસાયકલની ઉઠાંતરી કરવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધવાઈ હતી. જેને લઈને સોમવારના રોજ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બે ઇસમોને જામનગર પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા.

જેની પ્રાથમિક પૂછપરછ સામે આવ્યું હતું કે, તેમના દ્વારા પટેલનગરમાંથી આ મોટરસાયકલની ઉઠાંતરી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયેલા ઇસમમાંથી રહેમાન નામના આરોપી અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયા

રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બન્ને ઈસમો પાસેથી ક્રાઇમબ્રાન્ચને ચોરાઉ મોટરસાયકલ પણ મળી આવ્યું છે. રહેમાન ઇસ્માઇલ મિયાણા અને શબ્બીર અબ્દુલ કાદરી કુરેશી નામના બન્ને ઈસમોને ક્રાઇમબ્રાન્ચે જામનગર રોડ પરથી ઝડપી પાડ્યા છે. જેમને પૂછપરછ દરમિયાન કબૂલાત આપી હતી કે તેઓએ શહેરના પટેલનગરમાંથી આ મોટરસાયકલની ઉઠાંતરી કરી છે.

રંગીલા રાજકોટમાં વાહનચોરો બેફામ બન્યા છે. રાજકોટના પટેલનગર વિસ્તારમાંથી પાંચથી છ દિવસ પહેલા અજાણ્યા ઈસમો દ્વારા મોટરસાયકલની ઉઠાંતરી કરવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધવાઈ હતી. જેને લઈને આજે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બે ઇસમોને જામનગર પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. જેની પ્રાથમિક પૂછપરછ સામે આવ્યું હતું કે તેમના દ્વારા પટેલનગરમાંથી આ મોટરસાયકલની ઉઠાંતરી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયેલા ઇસમમાંથી રહેમાન નામના આરોપી અગાઉ પણ ચોરીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.