રાજકોટ: હાલમાં નામાંકિત કંપનીઓની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવીને તેને વહેંચીને અમુક ઈસમો બમણો નફો કમાઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં પણ બે ઈસમો આગ્રાથી નામાંકિત બનાવટી કંપનીના શેમ્પૂ લઈને આવ્યા હતા. જેની બાતમી રાજકોટ એ ડિવિઝન પોલીસને થતા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક આ ઇસમોને પકડી પાડ્યા હતા. અલગ અલગ નામાંકિત કંપનીઓની 700 કરતાં વધુ શેમ્પૂની બોટલો કબ્જે કરી હતી. જ્યારે આ બંને ઈસમોની પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
"શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલી વ્હાઈટ વે હોટલમાં બે ઈસમો નામાંકિત ડુપ્લીકેટ શેમ્પૂના જથ્થા સાથે રોકાયેલા છે. જેના આધારે પોલીસે આ હોટેલમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશના આગ્રાથી આવેલા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે તેમની પાસેથી હિન્દુસ્તાન યુનીલિવર લિમિટેડ કંપનીના નામાંકિત શેમ્પૂ એવા ડવ, ક્લિનિક પ્લસ, સન સિલ્ક, ટ્રેસમી સહિતની અલગ અલગ બ્રાન્ડના શેમ્પુની બોટલોમાં ડુબલીકેટ શેમ્પૂ ભરેલું મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે આ બંનેની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ડુપ્લીકેટ શેમ્પુની 700 થી વધુ બોટલો પકડી પાડી હતી"--એમ ભૂક (એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ)
બોટલો કેટલી વેચી: નામાંકિત કંપનીઓની બોટલમાં ડુપ્લીકેટ શેમ્પૂ ભરતા પોલીસ દ્વારા હાલ આ બંને ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તેઓ અત્યાર સુધીમાં આ પ્રકારની ડુપ્લીકેટ શેમ્પુની બોટલો કેટલી વેચી છે, તેમજ ક્યારથી આ પ્રકારના ડુપ્લીકેટ શેમ્પૂની બોટલો બનાવવાનું કામ કરી રહ્યા છે તે તમામ બાબતોની પૂછપરછ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે આ બંને ઈસમો મૂળ ઉત્તર પ્રદેશના છે. ત્યારે પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશમાં પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ શેમ્પુની બોટલો ઝડપાવવાનો મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.