- ચેકડેમમાં ન્હાવા જતા ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો
- મૃતક યુવાનોની ઓળખ માટે સોશિયલ મીડિયા ઉપયોગી થયું
- જેતપુરની સરકારી હોસ્પિટલમાં છવાયો આક્રંદ
રાજકોટ : જેતપુરના ખીરસરા રોડ પર આવેલા નારપાટ ચેકડેમમાં ગઈકાલે સાંજે ન્હાવા માટે ગયેલ ત્રણ મિત્રોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્રણેય મિત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લાવતા ત્યાં મિત્રો, સ્વજનો તેમજ વિસ્તારવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્વજનોના કરુણ આક્રંદથી હોસ્પિટલના ચોગાન ગાજી ઉઠ્યું હતું.
પોલીસે મૃતકની લાશ પાણીમાંથી બહાર કઢાવી
જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલા નારપાટ ચેકડેમમાંથી એક અજાણ્યો યુવાનની લાશ તરતી હોવાનુ જેતપુર સીટી પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશ પાણીમાંથી બહાર કઢાવી હતી. ત્યાં સ્થળ પર GJ 3 DQ9753 અને GJ 3 LS 2256 નંબરના મોટર સાયકલ સ્થળ પર ચાવી ભરાવેલી હાલતમાં અને મોબાઈલ પણ ત્યાં પડ્યા હતા.
આ પણ વાંચો : રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત
મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી
પોલીસે બન્ને મોટર સાયકલ અને મોબાઈલ પોલીસ સ્ટેસનેે લઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી હતી. પોલીસે મૃતક યુવાનનો ફોટો ઓળખાણ મેળવવા માટે સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા મૃતકની તરત જ ઓળખ થઈ ગઈ હતી.
બે મોટર સાયકલ અને મોબાઈલ સ્થળ પરથી મળ્યા
મૃતક શહેરના જીન પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ ધર્મેશ મકવાણા ઉંમર 18 નામનો યુવાનની ઓળખ થઈ હતી. જ્યારે ત્યાંથી મળેલ બે મોટર સાયકલ અને મોબાઈલ સ્થળ પરથી પોલીસને એવું જાણવા મળેલ કે, મૃતક સાથે તેમના પડોશમાં રહેતો પંકજ વાસવાણી ઉંમર 18 અને મતવા શેરીમાં રહેતો સુમિત સોલંકર મરાઠી ઉંમર 19 નામના બે યુવાનો પણ સાથે ન્હાવા ગયેલ હતા. તે બન્ને તેમના ઘરે હજુ સુધી આવ્યા ન હતા. જેથી આ બન્ને યુવાનો ચેકડેમમાં પાણીમાં જ હશે કે બીજે ક્યાંય ? તે એક મોટો પ્રશ્ન સર્જાયો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત
પંકજનો મૃતદેહ પાણીમાં અંદર પથ્થરો વચ્ચે ફસાયેલ મળ્યો
સ્થળ પરથી મળેલ મોટર સાયકલ અને મોબાઈલ પરથી કદાચ બન્ને યુવાનો ચેકડેમમાં જ હશે. તેવી શંકાના આધારે પોલીસે નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ સેવાભાવી તરવૈયાઓની મદદથી રાત્રિના અંધારામાં ફોક્ષ લાઈટના અજવાળે ચેકડેમના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. પંદરેક મિનીટમાં પંકજનો મૃતદેહ પાણીમાં અંદર પથ્થરો વચ્ચે ફસાયેલ મળી આવ્યો. તેને બહાર કાઢી શબવાહિનીમાં પીએમ માટે મોકલી તરવૈયાઓએ સુમિતની શોધખોળ હાથ ધરી હતી. ત્યાં દસેક મિનીટમાં સુમિતનો મૃતદેહ પણ પાણીમાં અંદર પથ્થરો વચ્ચે ફસાયેલ મળી આવ્યો હતો.