ETV Bharat / state

Rajkot News: ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ, રાજકીય ગરમાવો શરૂ - Three members of Congress party Upaleta

રાજકોટના ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સદસ્યોને કોંગ્રેસ પક્ષે છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં આ ત્રણ સભ્યોએ પાર્ટીની સૂચનાનું પાલન ના કરીને ભાજપ તરફી કામગીરી કરતા હોવાની બાબતે સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. જાણો વિગતો.

Rajkot News: ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સભ્યોને પક્ષે છ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, રાજકીય ગરમાવો શરૂ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 12:46 PM IST

ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સભ્યોને પક્ષે છ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, રાજકીય ગરમાવો શરૂ

રાજકોટ: ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખના અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થયા બાદ ફરી અઢી વર્ષ માટે પ્રમુખ/ઉપપ્રમુખ પસંદગી અંગેની ચૂંટણી તાજેતરમાં યોજવામાં આવી હતી. આ ચૂંટણીની અંદર ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષમાંથી વિજેતા થયેલ અને બાદમાં ભાજપમાં ભળેલા મહિલા સદસ્ય ચૂંટાઈ આવેલા સદસ્ય પ્રવિણાબેન પિયુષભાઈ હુંબલની પ્રમુખ તરીકે પસંદગી થઈ છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલ સૂચનોનું અનાદર કરીને ગેરહાજર રહેલા કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના ત્રણ સદસ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

"ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થયા હતા. જે બાદ નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના સદસ્યોને પક્ષ દ્વારા વીપ આપી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવા માટેની સૂચના આપવામાં આવી હતી. ત્યારે આ સૂચના આપ્યા બાદ ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સદસ્ય ભાજપ તરફી કામગીરી કરવાના ઈરાદાથી મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. આ અંગે ઉપલેટા કોંગ્રેસ દ્વારા પક્ષને જાણ કરાઈ હતી જે બાદ પક્ષ દ્વારા ગેરહાજર રહેલા ગણોદ, પાનેલી અને ડુમીયાણી બેઠકના સદસ્યોને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે."-- કૃષ્ણકાંત ચોટાઈ (ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ)

છ વર્ષ માટે સસ્પેન્ડ: ઉપલેટા તાલુકા પંચાયતના સભ્યોની યોજાયેલી ચૂંટણીની અંદર જે તે વખતે ભાજપ અને કોંગ્રેસના સમાન ઉમેદવાર વિજેતા થયા હતા. સાથે જ બે અપક્ષના ઉમેદવારો પણ વિજેતા થયા હતા. તેથી બંને પક્ષોએ અપક્ષના એક-એક ઉમેદવારોને પોતાની તરફ ખેંચી લીધા હતા. પ્રથમ ચૂંટણીની અંદર ભાજપના સદસ્યની પ્રમુખ/ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ હતી. ત્યારે આ ચૂંટણી પસંદગી કોંગ્રેસ પક્ષના ડુમિયાણી બેઠકના એક ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. કાર્યકાળ પૂર્ણ થતાં ફરી એક વખત ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના ત્રણ ઉમેદવારો પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીના મતદાન દરમિયાન ગેરહાજર રહેતા અને ભાજપ તરફથી કામગીરી કરતા હોવાની બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ ઉમેદવારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ સદસ્યો સસ્પેન્ડ: કોંગ્રેસ પક્ષે મોટી પાનેલી બેઠકના હર્ષાબેન મનોજભાઈ ઝાલાવાડીયા ડુમિયાણી બેઠકના અંજનાબેન નારણભાઈ ઊંટડીયા અને ગણોદ બેઠકના પ્રવીણભાઈ રાયધનભાઈ વિરડાને કોંગ્રેસ પક્ષે પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે એક સાથે ત્રણ જેટલા સદસ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર રાજકોટ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું છે કે આવતા દિવસોની અંદર પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે વધુ પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

  1. Rajkot city bus accident : રાજકોટ સિટી બસે અકસ્માત સર્જ્યો, સ્થાનિકોએ બસ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી
  2. Rajkot Crime : સાયબર ફ્રોડ ટોળકીને બેંક એકાઉન્ટ વિગતો વેચનાર ગેંગ ઝડપાઈ, 5%ના કમિશન પર થતી લેવડદેવડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.