ETV Bharat / state

રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ

ગુજરાત ભાજપ(Gujarat BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ( CR Patil )આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે રાજકોટમાં તેઓ ભાજપના કાર્યકર્તાઓને મળશે. આ સાથે જ વિવિધ મુદ્દાઓ અંગે પણ સી.આર.પાટીલે વિશેષ વાતચીત કરી હતી.અગાઉ રાજકોટ શહેર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં(Sneh Milan Program ) ભાજપ પક્ષ વચ્ચે આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો. જેને લઈને આ મામલે પાટીલે જણાવ્યું હતું કે હાલ શહેર ભાજપમાં કોઈ પણ પ્રકારનું જૂથવાદ(no question in Rajkot BJP organization) નથી. જ્યારે આગામી દિવસોમાં હવે ભાજપ કૉંગ્રેસમાંથી કોઈને પણ લેવા માટે તૈયાર નથી.

રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ
રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ
author img

By

Published : Nov 20, 2021, 3:46 PM IST

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે રાજકોટની મુલાકાતે
  • હવે ભાજપ કૉંગ્રેસમાંથી કોઈને પણ લેવા માટે તૈયાર નથીઃ પાટીલ
  • ભાજપ એક થઈને કામ કરી રહ્યુ છે જૂથવાદની વાત ભાજપમાં નથીઃ પાટીલ

રાજકોટ: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (BJP state president CR Patil )આજે રાજકોટની (Rajkot)મુલાકાતે છે. ત્યારે રાજકોટમાં તેઓ ભાજપના કાર્યકર્તાઓને(BJP workers) મળશે. આ સાથે જ ઉદ્યોગપતિઓ સાથે પણ સ્નેહ મિલન યોજનાર છે. રાજકોટમાં ત્રણ જેટલા કાર્યક્રમ સી આર પાટીલના ગોઠવવામાં આવ્યા છે. ત્યારે સવારે 10 વાગે સી.આર.પાટીલ ( CR Patil )દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો(Rajkot Sneh Milan Program ) હતો. કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે રાજ્યમાં વિવિધ શહેરોમાં ઈંડા અને નોનવેજની( Eggs and nonveg)લારીઓ અંગે જે તે મહાનગરપાલિકાના મેયર અને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે જ વિવિધ મુદ્દાઓ અંગે પણ સી.આર.પાટીલે વિશેષ વાતચીત કરી હતી.

ભાજપમાં કોઈ જૂથવાદ નથી

સી આર પાટીલ આવવાના હતા એ અગાઉ રાજકોટ શહેર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં (Rajkot Sneh Milan Program )ભાજપ પક્ષ વચ્ચે આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો. જેને લઈને આ મામલે પાટીલે જણાવ્યું હતું કે હાલ શહેર ભાજપમાં કોઈ પણ પ્રકારનું જૂથવાદ નથી. શહેર ભાજપના અધ્યક્ષ કમલેશ મીરાણીની(Rajkot BJP president Kamlesh Mirani ) આગેવાનીમાં હાલ ભાજપ પક્ષ એક થઈને કામ કરી રહ્યો છે. ત્યારે કોઈપણ જૂથવાદની વાત ભાજપમાં નથી. આ સાથે જ તેમણે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના લઈને કહ્યું હતું કે વિજય રૂપાણી (Vijay Rupani)ભાજપના સ્ટાર પ્રચારક છે અને તેઓ આગામી ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકની ભૂમિકામાં જ રહેશે. જ્યારે પાટીલની હાજરી પહેલા પણ શહેર ભાજપનો આંતરિક વિવાદ મુખ્ય કારણ રહ્યો હતો.

તમામ મહાનગરપાલિકાના મેયરને સૂચના અપાઈ

રાજ્યમાં હાલ જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની લારીઓને ખસેડવાની વાતનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. જેને લઈને સીઆર પાટીલે જણાવ્યું હતું કે અમે રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયરને આ અંગે સુચના આપી છે. જ્યારે ઈંડા અને નોનવેજની લારીઓને લઈને લોકોની લાગણી દુભાઈ છે તેવી વાત સામે આવી હતી. જેને લઈને પાટીલે જણાવ્યું હતું કે ભારત દેશમાં લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે અને તેમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાગી શકે નહીં. જ્યારે અમે આ મામલે તમામ મહાનગરપાલિકાઓને પણ સખ્ત સૂચનાઓ આપી છે એટલે કે હવે આ મુદ્દો ચર્ચામાં રહેતો નથી.

રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથી

કૉંગ્રેસમાંથી ભાજપ હવે કોઈને લેવા તૈયાર નહિ

તાજેતરમાં જ સી આર પાટીલે અમરેલીના પ્રવાસ દરમ્યાન કોંગી ધારાસભ્ય અમરીશ ડેરને (Congress MLA Amrish Der)લઈને જે નિવેદન કર્યું કરવામાં આવ્યું હતું. તેને લઈને સ્પષ્ટતા કરતાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે અમરીશ ડેર પહેલા ભાજપમાં જ હતાં હવે કૉંગ્રેસમાં છે. જ્યારે આગામી દિવસોમાં હવે ભાજપ કૉંગ્રેસમાંથી કોઈને પણ લેવા માટે તૈયાર નથી. જ્યારે મે ડેરને ભાજપમાં આવવા માટેનું કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવાની વાત કરી નથી પરંતુ મીડિયા દ્વારા આ વાતને ટ્વિસ્ટ કરીને ચલાવવામાં આવી છે. જ્યારે હું સ્પષ્ટતા કરું છું કે આગામી દિવસોમાં હવે ભાજપ કૉંગ્રેસ માંથી કોઈને લેવા માટે તૈયાર નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચૂંટણીમાં નો રિપીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) તાજેતરમાં જ કરાર આધારીત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સામે આવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની ચૂંટણી પણ યોજાનાર છેમ ત્યારે આ મામલે સીઆર પાટીલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનાર ચૂંટણીમાં નો રિપીટ થિયરી પણ અપનાવવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે જે પણ સિન્ડિકેટ સભ્યોની સંડોવણી હશે. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદને લઈને પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું.

પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવામાં આવશે

રાજ્યમાં અગાઉ પાટીદાર અનામત આંદોલન (Patidar reserve movement)દરમિયાન અનેક લોકો ઓર રાજ્ય સરકાર દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે આ આંદોલનના સમાધાન માટે સરકાર દ્વારા જે તે સમયે પણ પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચ્યા હતા. ત્યારે ફરી પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચાવની વાત સામે આવતા આજે પાટીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોતાના નિવેદન પર અડગ છે અને હાલ પાટીદાર યુવાનો પર જે તે સમયે થયેલા કેસ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ છે.

આ પણ વાંચોઃ AMARCHAND BANTHIYA: દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય, આ રીતે મોતને ભેટ્યા

આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુ પહોંચ્યા કરતારપુર કોરિડોર, પાકિસ્તાનના PM ઈમરાન ખાનને મોટા ભાઈ કહેતા રાજકીય ગરમાવો આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.