- કોરોના મહામારીને કારણે રદ્દ કરવામાં આવી હતી ટ્રેન
- લાખો ભક્તોની સવલત માટે શરૂ કરાઈ ટ્રેન
- પોરબંદરના સાંસદના પ્રયાસોથી ટ્રેન શરૂ કરાઈ
રાજકોટ: સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે, જ્યાં પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે લાખો ભાવિકો આવતા હોય છે. તે કોરના મહામારીના કારણે બંધ થયેલી સોમનાથ-જબલપુર ટ્રેન હવે ફરીથી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિરપુર સ્ટેશન પર ઉભી રહેશે તેવા નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર મતવિસ્તાર સાંસદ રમેશભાઈ ધડુક તેમજ વિરપુર રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નરેશભાઈ ચાંદ્રાણીની ભાવનગર ડિવિઝનમાં રજુઆતને સફળતા મળી છે, ત્યારે વિરપુર આવતા ભાવિકોએ તેમજ વિરપુર ગ્રામજનોએ રેલ્વે તંત્રનો આભાર માન્યો હતો.
ટ્રેનનું સમય પત્રક આ પ્રમાણે રહેશે
- ટ્રેન નંબર 01463 (સોમનાથ-જબલપુર) વિરપુર સ્ટેશન પર 11 ફેબ્રુઆરી 2021થી, આગમનનો સમય બપોરે 12.21 અને પ્રસ્થાનનો સમય બપોરે 12.22 વાગ્યે
- ટ્રેન નંબર 01465 (સોમનાથ-જબલપુર) વિરપુર સ્ટેશન પર 15 ફેબ્રુઆરી 2021થી, આગમનનો સમય બપોરે 12.21 વાગ્યે
- ટ્રેન નંબર 01466 (જબલપુર-સોમનાથ) વિરપુર સ્ટેશન પર 16 ફેબ્રુઆરી 2021થી, આગમનનો સમય 14.51 વાગ્યે અને પ્રસ્થાનનો સમય 14.52 વાગ્યે
- ટ્રેન નંબર 01464 (જબલપુર-સોમનાથ) વિરપુર સ્ટેશન પર આગમનનો સમય 14.51 વાગ્યે અને પ્રસ્થાનનો સમય 14.52 વાગ્યે