ETV Bharat / state

Rajkot International Airportના રન-વેનું કાર્ય 70 ટકા પૂર્ણ થયું - Greenfield airport

રાજકોટમાં મહત્વના એવા Rajkot International Airportનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. Rajkot International Airportના રન-વેનું કાર્ય 70 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. પ્રોજેક્ટનું કામ કઇ રીતે પૂર્ણ થશે તે અંગે માહિતી મેળવવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી હતી.

Rajkot International Airport
Rajkot International Airport
author img

By

Published : Jun 9, 2021, 2:16 PM IST

Updated : Jun 9, 2021, 3:07 PM IST

  • રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું
  • Rajkot International Airportના રન-વેનું કામ પણ 70 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયું
  • પ્રોજેક્ટ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જરૂરી સૂચન કર્યા

રાજકોટ : શહેર તેમજ સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વનો માનવામાં આવતું એવું Rajkot International Airportનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. Rajkot International Airportના રન-વેનું કામ પણ 70 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયું છે. આ સમગ્ર પ્રોજેકટનું કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને હાલમાં કેટલુ કામ થયું તે અંગેની માહિતી મેળવવા તેમજ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજકોટના જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર સહિતના એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જોડાયા હતા. આ પ્રોજેક્ટ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જરૂરી સૂચન પણ કર્યા હતા.

આ પણ વાંચો : Rajkot Airport પર 9 વર્ષ બાદ Air Cargo Service શરૂ, પ્રથમ બુકિંગમાં ગલુડિયું દિલ્હી પહોંચ્યું

ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કુવાડવા નજીક નિર્માણ થઇ રહ્યું

Rajkot International Airport માટે રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કુવાડવા નજીક નિર્માણ થઇ રહ્યું છે. જેના નિર્માણ દરમિયાન રન-વે બનાવવા માટે જમીનને સમતલ બનાવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેનું કાર્ય 70 ટકા પૂર્ણ

એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2022ના અંતમાં રન-વે પર ટ્રાયલ શરૂ કરવાની તૈયારી

એરપોર્ટના રન-વેનું કામ પણ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે. જેને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2022ના અંતમાં રન-વે પર ટ્રાયલ શરૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે. રાજકોટમાં ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ આગામી વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થવાની પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : IAF એરક્રાફ્ટ UKથી 450 ઓક્સિજન સિલિન્ડર લઈને ચેન્નઈ પહોંચ્યું

ઉદ્યોગકારોને પણ વેપાર અર્થે અન્ય દેશોમાં જવાનું સરળ

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. આગામી દિવસોમાં Rajkot International Airportનું નિર્માણ થશે, ત્યારે અનેક સૌરાષ્ટ્રવાસીઓને Rajkot International Airportનો સીધો લાભ મળશે. જ્યારે ઉદ્યોગકારોને પણ વેપાર અર્થે અન્ય દેશોમાં જવાનું સરળ બનશે. મુખ્યપ્રધાન રૂપાણી પણ રાજકોટમાં વહેલાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે પણ પ્રયાસો કરી રહ્યા છે.

Last Updated : Jun 9, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.