ETV Bharat / state

કોરોના સામે જંગ: રાજકોટની વિધિએ એકવાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું - news in Rajkot

રાજકોટની સ્પોટર્સ ટીચર અને જુડો, રેસલિંગ તેમજ બોક્સિંગ જેવી રમતોમાં રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા વિધિ ખોયાણીએ માત્ર રમત - ગમત ક્ષેત્રે જ પોતાનું નામ અંકિત કર્યું નથી, પરંતુ તેની સાથો - સાથ ત્રણ - ત્રણ વખત પ્લાઝમાનું દાન કરી માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય દ્વારા રાજકોટની સતત ત્રણ વાર પ્લાઝમા દાન કરનાર મહિલા તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Nov 8, 2020, 2:30 PM IST

  • રાજકોટની વિધિએ ત્રણ વખત પ્લાઝમાં ડોનેટ કર્યું
  • વિધિએ કર્યું માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય
  • પ્લાઝમા ડોનેટ કરનાર રાજકોટની વિધિ પ્રથમ મહિલા

રાજકોટ : રાજકોટની સ્પોટર્સ ટીચર અને જુડો, રેસલિંગ તેમજ બોક્સિંગ જેવી રમતોમાં રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા વિધિ ખોયાણીએ માત્ર રમત - ગમત ક્ષેત્રે જ પોતાનું નામ અંકિત નથી કર્યું, પરંતુ તેની સાથો - સાથ ત્રણ - ત્રણ વખત પ્લાઝમાનું દાન કરી માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય દ્વારા રાજકોટની સતત ત્રણ વાર પ્લાઝમા દાન કરનાર મહિલા તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે.

11 મી ઓગસ્ટના વિધિને કોરોના આવ્યો હતો પોઝિટિવ

જુડો, રેસલિંગ અને બોક્સિંગમાં સ્ટેટ તેમજ જુડોમા નેશનલ રમી ચુકેલી વિધિ મજબૂત મનોબળ ધરાવતી સ્પોટર્સ ટીચર છે. સ્કૂલ સમયથી જ ચેમ્પિયન રહેલી વિધિ બાળકોને ખડતલ બનાવવાનું કામ કરે છે. કોરોના કપરા સમયમાં એક યા બીજી રીતે લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરતાં વિધિ જણાવે છે કે, આપણે શ્રમદાન કે આર્થિક યોગદાનથી કદાચ લોકોને મદદરૂપ બની ન શકીએ પણ પ્લાઝમાનું દાન આપીને તો અન્યોની જિંદગી જરૂર બચાવી શકીએ છીએ.

4 ઓક્ટોબરના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું

સ્કૂલ અને કોલેજકાળમાં જુડોમાં યુનિવર્સટી ફર્સ્ટ રેન્ક ધરાવતી વિધિ કોરોના સમયમાં પણ રમતગમતમાં સતત વ્યસ્ત રહી ઓનલાઇન ક્લાસીસ ચલાવી બાળકોને ચુસ્ત રાખવાની ભૂમિકા ભજવી રહી છે. 11 મી ઓગસ્ટના વિધિને કોરોના પોઝિટિવ આવતા તેણે 14 દિવસ હોમ કોરેન્ટાઇન રહીને જ કોરોનાને પટકાવી દીધો હતો. એ સમયે જ તેણે દ્રઢ નિર્ધાર કર્યો હતો કે, મારે પ્લાઝમા દાન કરવું છે, અને તેના નિર્ધારને મૂર્ત સ્વરૂપ આપવા તેણે 28 દિવસ બાદ પ્રથમ વખત તા.4 ઓક્ટોબરના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું. ત્યારે થોડી આશંકા હતી કે, નબળાઈ આવી જશે, પરંતુ તેવું કઈ બન્યું નહીં.

સતત ત્રણ વખત પ્લાઝમા કર્યું ડોનેટ

પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતી વિધિને ત્યારબાદ એટલો વિશ્વાસ આવી ગયો કે, તેણે સતત ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું એટલું જ નહી મહિલાઓમાં પ્લાઝમાનું સર્વાધિક દાન આપી અનેક જિંદગી બચાવવામાં નિમિત્ત બનવાનું ગૌરવ પણ તેને પ્રાપ્ત થયું છે. શારીરિક શિક્ષણ માસ્ટર ડિગ્રીમાં પણ ગોલ્ડ મેડલ અને ડોક્ટરેટની પદવી ધારક રાજકોટની વિધિ પ્રથમ મહિલા છે કે, જેઓએ સતત ત્રણ વખત પ્લાઝમા આપી ચુકી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

પ્લાઝમા ડોનેશન કરવા માટે હંમેશા તૈયાર : ડૉ. કૃપાલ

ડૉ. કૃપાલ જણાવે છે કે, 15 દિવસ થતા તેણી સામેથી જ ફોન કરી પ્લાઝમા ડોનેશન કરવા માટે હંમેશા તૈયાર હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.