ગોંડલ ભગવતપરા નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા ખટારા સ્ટેન્ડ પાસે ઇન્ડોર સાયન્સ સેન્ટર બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સ્થળાંતર કરાયેલ લોકોને સુવિધા ન મળતા ગુરુવારના રોજ સ્થળાંતર કરાયેલ લોકો તેઓના ઝુપડામાં પરત ફર્યા હતા. તંત્ર દ્વારા સુવા માટે પથારી આપવામાં આવી નથી તો પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નથી છ માસનું બાળક છે તેના માટે ઘોડિયાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આ તમામ વ્યથા લોકોએ વર્ણવી હતી.
જોખમી જગ્યા માંથી સ્થળાંતર થયેલ લોકોને તંત્ર દ્વારા રહેવા સુવા તેમ જ જમવાની તમામ સગવડતા પૂરી પાડવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું પરંતુ, તંત્ર એક ટક જમવાનું તો દૂર પરંતુ પીવાના પાણીની પણ વ્યવસ્થા પુરી પાડી શક્યું ન હતું. લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.