કમોસમી વરસાદને પગલે મગફળી, કપાસને ભારે નુકશાન થયુ હતું. ખેડૂતોને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે, ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લાનાં પાક વિમાનાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતોને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકમાં કાપણી થયેલ હોય તો 72 કલાકમા વીમા કંપનીને અરજી કે કંપનીનાં ટોલ ફ્રી નંબર 180030024088 પર નોંધણી કરાવી એવું જણાવ્યું હતું, પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે, તે બંધ આવે છે તો ખેડૂતો કયા નંબર પર નોંધણી કરાવી શકે, સરકારે ખેડૂતોની મજાક કરી હોય તેવુ ખેડૂતોને લાગી રહ્યું છે.
તેમ છતાં ગુજરાતમાં 150 કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને તેનાંથી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોણીએ ગોળ ચોપડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. સરકાર જો ખેડૂતોનું વિચારતી હોય તો ખેડૂતો માટે તાત્કાલિક સરકારે યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ તેવું ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે.