ETV Bharat / state

રાજકોટઃ કર્ફ્યુ લાગેલા જંગલેશ્વર પાસેથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો

author img

By

Published : Apr 19, 2020, 12:34 AM IST

ગોંડલ નેશનલ હાઇવે માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટથી આવેલો બાળક મળી આવતા પોલીસ અને સેવાભાવી ઘટના સ્થળે પહોંચીને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

Etv bharat
rajkot

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટથી આવેલો બાળક મળી આવતા પોલીસ અને સેવાભાવી ઘટના સ્થળે પહોંચીને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડ માલધારી હોટલ પાસે શાહરુખ ઇસ્માઇલભાઈ ફકીર (ઉ.વ. 10) શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવતા સીટી પીએસઆઇ બી એલ ઝાલા, પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાહિતનાઓ દોડી ગયા હતા.

શાહરુખે પોલીસને જણાવ્યું હતું કે, પોતે માતા પિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફિટ કરવામાં આવેલ પતરા ટપી ટ્રકમાં બેસી ગોંડલ રેલવે સ્ટેશન આવ્યાં હતાં. તેના પિતા દારૂ પીતા હોવાથી તેને ઢોર માર મારી કાઢી મુક્યો હતો. બાળકના જંગલેશ્વર વિસ્તારના પતરા ટપવાની વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેને ત્વરિત સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ગોંડલમાં બે દિવસથી ફરી રહેલા તેના માતાપિતાની શોધ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.