ETV Bharat / state

નકલી સેલ્સ ટેક્સ ઓફિસરની કરતૂત : સાડા ત્રણ લાખનું ડીઝલ પુરાવી દેનાર હિમાંશુ રાયને કીમ પોલીસ મથક લવાયો - Fake Sales Tax Officer

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામમાં વધુ એક નકલી અધિકારીની કરતૂત સામે આવી છે. આરોપી હિમાંશુ રાયે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી ઉધારમાં 3.54 લાખનું ડીઝલ પુરાવી રૂપિયા ચૂકવ્યા નહોતા. આરોપી વિરુદ્ધ કીમ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી હિમાંશુ રાય
આરોપી હિમાંશુ રાય (ETV Bharat Gujarat)

સુરત : ગુજરાત રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ થવાનો સિલસિલો યથાવત છે. ત્રણ દિવસ અગાઉ એક નકલી અધિકારી પોલીસની ઝપટે ચડી ગયો હતો. થોડા દિવસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો વેશ ધારણ કરી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાનું કહી રૂપિયા પડાવતા વ્યક્તિને દબોચી લીધો હતો.

નકલી કસ્ટમ અધિકારી : સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમર અધિકારી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હોવાનો એક ફરિયાદ અઠવાલાઈન પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળેલી ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતના બોમ્બે માર્કેટ, વરાછા ખાતેથી જાહેરમાં રોડ પરથી ઓલપાડમાં રહેતા મૂળ બિહારના વતની 25 વર્ષીય આરોપી હિમાંશુકુમાર રમેશભાઈ રાયને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

નકલી સેલ્સ ટેક્સ ઓફિસરની કરતૂત (ETV Bharat Gujarat)

3.54 લાખનું ડીઝલ પુરાવ્યું : નકલી અધિકારી ઝડપાયો હોવાની જાણ ઓલપાડના સ્યાદલા ગામના મેહુલ પટેલ નામના પેટ્રોલ પંપ સંચાલકને થતા, તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. કીમ પોલીસને ફરિયાદીએ જણાવ્યું કે, સુરત ખાતેથી ઝડપાયેલ હિમાંશુ રાયે નકલી અધિકારીની ઓળખ આપી 3.54 લાખનું ડીઝલ પૂરાવી અને અત્યાર સુધીમાં રૂપિયા ચૂકવ્યા નથી. મળેલ ફરિયાદના આધારે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને કિમ પોલીસ મથક ખાતે લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી વિરુદ્ધ કાર્યવાહી : કીમ પોલીસ મથકના PI એચ. પી. જાડેજાએ જણાવ્યું કે, ઓલપાડના સ્યાદલા ગામ આવેલ એક ખાનગી પેટ્રોલ પંપના સંચાલક મેહુલ પટેલ દ્વારા કીમ પોલીસ મથક ખાતે એક ફરિયાદ આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હિમાંશુ રાય નામના ઇસમે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવું છું, કહી દોસ્તી કરી ઉધારમાં 3.54 લાખનું ડીઝલ પુરાવી દીધું હતું. આજદિન સુધી પૈસા પરત આપ્યા નથી. આ વ્યક્તિ નકલી ઓફિસર હોવાનું જાણવા મળતા જ કીમ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ટ્રાન્સફર વોરંટ બાદ હિમાંશુ રાયને કિમ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે.

  1. બે મહિલાઓ ટી-શર્ટનું આખું બોક્સ જ ચોરી ગઈ, કેવી રીતે જુઓ CCTV વીડિયો
  2. ક્રાઈમ બ્રાન્ચના નામે વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસે ગેંગને ઝડપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.