બનાસકાંઠા : આપ જોઈ રહ્યા છો તે યુવાન છે ધાનેરાના ભાવેશ આવસથી છે, તેઓ ટીવીમાં બાબા રામદેવના યોગ જોઈ અનેક યોગ કરતા શીખ્યા છે. શરૂઆતમાં પેટ દર્દ સાથે અનેક દર્દથી થાકીને યોગના માર્ગે વળતા યોગ થકી શરીરના બધા જ રોગ જડમૂળથી મટી ગયાનો દાવો પણ ભાવેશભાઈ કરે છે. યોગને યોગ્ય રીતે કરવામાં આવે તો માનવીના તમામ દર્દ દૂર થઈ શકે છે.
યોગસાધક ભાવેશ આવસથી : ભાવેશ આવસથી વહેલી સવારે દરરોજ એક કલાક યોગમાં ફાળવે છે. યોગને યોગની રીતે નહીં પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોગ કરતા બુદ્ધિ અને શરીરનો વિકાસ થયો છે. વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે પેટ ફેરવતા દ્રશ્યો બાબા રામદેવ સિવાય ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. યોગ થકી શરીર તંદુરસ્ત બન્યાનું હોવાનો દાવો થયો છે. યોગ થકી ઉંમરનો પણ ખ્યાલ આવતો નથી.
યોગ ભગાવે રોગ : ભાવેશ પશુપાલન સાથે સકળાયેલ પશુપાલક છે, પણ યોગ થકી તંદુરસ્તી માટે એક યોગ મારફતે વિશેષ સંદેશ આપે છે. ભાવેશની યોગ પદ્ધતિથી પ્રેરાઈને અનેક લોકોએ પોતાના ઘરે જ યોગ શરૂ કર્યા છે. આ લોકોએ પણ યોગ થકી શરીરની અનેક બીમારીઓ દૂર થયાની વાત કરી છે. શાસ્ત્રમાં પણ યોગનું વિશેષ મહત્વ છે. ભારતની યોગ પદ્ધતિ જૂની અને પ્રાચીન છે, જેને આજે હવે વિશ્વએ સ્વીકારી છે.
પ્રેરણાદાયી ઉદાહરણ : આજના સમયમાં એલોપેથીક અને હોમયોપોથીક ટેબ્લેટના આધારે દેશમાં 50 ટકાથી વધુ લોકો જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં લોકો પરિશ્રમ અને મહેનત જીવન પસાર કરતા, જે મહેનત અને પરિશ્રમ એ જ યોગની મુખ્ય જન્મ ભૂમિ માનવામાં આવે છે. તેમાંથી જન્મ લેનાર યોગ આજના સમય લોકોના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે. જેથી યોગ દરેક પ્રકારે કરવા જરૂરી છે.