મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં દેશી દારૂની પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અહીં આજે શહેરના થોરાળા પોલીસ દ્વારા વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસ જવાનો દ્વારા વિસ્તારમાં ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન દેશી દારૂ ઝડપાયો હતો, આ જથ્થાનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. ચેકીંગ દરમિયાન પોલીસને દારૂ બનાવવાનો બિનવારસી 1500 લીટર આથો પણ મળી આવ્યો હતો. જ્યારે એક ઈસમ 300 લીટર આથા સાથે ઝડપાયો હતો.પોલીસે ડ્રાઈવ દરમિયાન ભાણાભાઈ જીવાભાઈ શિયાળ નામના એક ઇસમની ધરપકડ કરી હતી.