ધોરાજીઃ રાજકોટ જિલ્લામાં સતત કોરોનાના વધતા જતા કેસોને લઈને જસદણ, વીરનગર, ગોંડલ અને જેતપુર સહિતના તમામ શહેરોમાં કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પણ 35 બેડની હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ધોરાજીમાં તાત્કાલિક ધોરણે 35 બેડની અદ્યતન હોસ્પિટલ સેન્ટ્રલ ઓક્સિજન અને સ્ટાફની સુવિધા સાથે શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર પડશે તો 70 બેડની સુવિધા ઉભી કરી શકાશે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે 1000 લીટરની આધુનિક ઓક્સિજન ટેન્ક અને તેમાંથી હોસ્પિટલના 70 કરતા વધારે ઓકસીજનના કનેક્શન જે દર્દીઓના પલંગ સુધી પહોંચાડવામાં આવશે. ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક સેવા માટે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ રહેશે.