ETV Bharat / state

Rajkot Mayor: રાજકોટ મનપાના પદાધિકારીઓની ટર્મ થશે પૂર્ણ, જાણો આગામી મેયર કોણ બની શકે - Rajkot Mayor

રાજકોટ મનપાના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાની છે. ત્યારે હાલ કોણ રાજકોટના મેયર બનશે તેને લઈને ચર્ચા જોવા મળી રહી છે. અનેક નામ પણ સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં રાજકોટના મહિલા મેયર માટે ડો.દર્શનાબેન પંડયા, નયનાબેન પેઠડીયા, જ્યોત્સનાબેન ટીલારા અને ભરતીબેન પરસણાનું નામ ચર્ચાઈ રહ્યા છે.

રાજકોટ મનપાના પદાધિકારીઓની ટર્મ થશે પૂર્ણ, જાણો આગામી મેયર કોણ બની શકે

author img

By

Published : Aug 19, 2023, 3:37 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન પદઅધિકારીઓની ટર્મ હવે પૂર્ણતાના આરે છે. ત્યારે વર્તમાન પદાધિકારીઓના ટર્મ પૂરી થવામાં બસ માત્ર 20 થી 25 જેટલા દિવસો જ બાકી છે. એવામાં રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના નવા નામો માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જ્યારે મનપામાં પદાધિકારીઓના પદ માટે ભાજપના અનેક કોર્પોરેટરો અને નેતાઓ દ્વારા પણ લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ વખતે મનપાના મેયર પદ મહિલાઓ માટે અનામત હોવાના કારણે આગામી અઢી વર્ષ માટે રાજકોટમાં મહિલા મેયર આવશે.

પદાધિકારીઓ માટે આ નામ ચર્ચામાં: રાજકોટમાં મહિલા મેયર માટે હાલ ભાજપના નેતાઓની વાત કરવામાં આવે તો ડો. દર્શનાબેન પંડ્યા, નયનાબેન પેઠડીયા, જ્યોત્સાબેન ટીલાળા અને ભારતીબેન પરસાણાના નામ ચર્ચાઇ રહ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે નીતિન રામાણી , ચેતન સુરેજા, ડો અલ્પેશ મોરઝરીયા અને પરેશ પીપળીયાના નામો ચર્ચા રહ્યા છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરવામાં આવે તો આ પદ માટે ભાજપના દિગ્ગજ નેતા નેહલ શુક્લ, મનીષ રાડીયા, દેવાંગ માકડ, અશ્વિન પાંભર અને જૈમીન ઠાકરના નામ ચર્ચાઈ રહ્યા છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે બાબુ ઉધરેજા, નિલેશ જડુ, નરેન્દ્ર સિંહ પરમાર અને કેતન પટેલના નામ જોવા મળી રહ્યા છે.

ભાજપ પક્ષની પરંપરા છે આ: ઉલ્લેખનીય છે કે ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જે નામો ચર્ચાતા હોય છે. તેમાંથી એક પણ નામ આવતું નથી. અંતે નવું જ નામ જાહેર થતું હોય છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટ મહાનગર પદાધિકારીઓ માટે કયા કયા નામોને પ્રદેશ ભાજપ દ્વારા મહોર મારવામાં આવશે તે એક ચર્ચાનો વિષય હાલ બન્યું છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકમાંથી 68 બેઠકો ભાજપ પાસે છે. એવામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે જોવાનું રહ્યું.

ભાજપનો ઇતિહાસ: ઉલ્લેખનીય છે કે ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જે નામો ચર્ચાતા હોય છે. તેમાંથી એક પણ નામ આવતું નથી. અંતે નવું જ નામ જાહેર થતું હોય છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટ મહાનગર પદાધિકારીઓ માટે કયા કયા નામોને પ્રદેશ ભાજપ દ્વારા મહોર મારવામાં આવશે. તે એક ચર્ચાનો વિષય હાલ બન્યું છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકમાંથી 68 બેઠકો ભાજપ પાસે છે. એવામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે જોવાનું રહ્યું.

નવી બોડી સમક્ષ અનેક પડકારો: જ્યારે રાજકોટ કોર્પોરેશનને આગામી દિવસોમાં નવા પદાધિકારીઓ મળવાના છે. એવામાં રાજકોટની વર્ષો જૂની સમસ્યાઓનો નિકાલ થાય તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે. રાજકોટ મનપાના બજેટમાં આજી નદી ખાતે રિવરફ્રન્ટ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી અહીંયા રિવરફ્રન્ટનું કામ શરૂ થયું નથી. બીજી તરફ રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું કામ પણ જોઈએ તે ગતિમાં નથી જોવા મળી રહ્યું. આ સાથે જ રાજકોટમાં હજુ ઘણા બધા સ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે. ત્યારે આ ટ્રાફિકની સમસ્યા કોર્પોરેશનની નવી બોડી કેવી રીતના દૂર કરશે. આ તમામ પ્રશ્નો નવા પદાધિકારીઓના માટે ચેલેન્જ રૂપ રહેશે.

  1. Rajkot Airport : ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું PM મોદી કરશે લોકાર્પણ, સૌરાષ્ટ્રના વિકાસને મળશે ગતિ
  2. Rajkot News: શહેરના જૈન બાલાશ્રમના દિવ્યાંગ બાળકો દૈનિક તૈયાર કરે છે 200 રાખડીઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.