ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મૅચ દિલ્હીમાં રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું અને હવે આગામી 7 નવેમ્બર માટે આ બંને ટીમો પૂરી તૈયારી સાથે મૅચ રમવાની પ્રેકટિસ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, ગુરુવારે રાજકોટમાં T20 મેચ રમાશે. જેની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જ્યારે બન્ને ટીમન ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. બીજી તરફ રાજકોટમાં લાંબા સમય બાદ T20મેચ રમનાર છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.