ETV Bharat / state

Rajkot Jasani School : રાજકોટની આ શાળામાં વિદ્યાર્થિનીનું ચાલુ કલાસે મોત, ડીઇઓએ રીપોર્ટ માગ્યો - Rajkot Police

રાજકોટમાં શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીના અચાનક મોતનો બનાવ (Sudden Death of Girl Student in Rajkot )બન્યો છે. રાજકોટની જસાણી સ્કૂલ ( Rajkot Jasani School )માં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિની ચાલુ કલાસે ઢળી પડતાં હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. ઘટનાને લઇ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ રીપોર્ટ (Rajkot DEO Seeks Report) માગ્યો છે.

Rajkot Jasani School : રાજકોટની આ શાળામાં વિદ્યાર્થિનીનું ચાલુ કલાસે મોત, ડીઇઓએ રીપોર્ટ માગ્યો

author img

By

Published : Jan 17, 2023, 7:42 PM IST

રાજકોટ રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી જસાણી સ્કૂલની આ ઘટના છે. જ્યાં આજે સવારના સમયે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અચાનક ચાલુ ક્લાસે ઢળી પડી હતી. વિદ્યાર્થિનીને તરત સારવાર માટે પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અચાનક વિદ્યાર્થિનીનું કયા કારણોસર મોત થયું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે આ વિદ્યાર્થિનીને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. તેમ છતાં તે ચાલુ કલાસે અચાનક બેભાન થઈ હતી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ચાલુ કલાસે અચાનક ઢળી પડી શહેરના ઢેબર રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતી રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થિની સવારના સમયે 8 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી અમૃતલાલ વીરચંદ જસાણી નામની સ્કૂલમાં પોતાના ક્લાસ રૂમમાં હતી. ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડતા તેણીને સારવાર અર્થે સ્કૂલની જ વેનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આ પણ વાંચો ડાન્સ કરતી વખતે યુવતી અચાનક પડી ગઈ અને થયું મોત, જુઓ વીડિયો

તબીબોએ મૃત જાહેર કરી વિદ્યાર્થિનીને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેની સારવાર માટે તપાસ કરતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી હતી. જ્યારે આ વિદ્યાર્થિનીનું કયા કારણોસર મોત થયું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસે મોત થતાં રાજકોટના શિક્ષણ જગતમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો તિથલ દરિયા કિનારે અચાનક ભરતી આવતા મહિલાનું તણાઇ જવાથી મોત

મૃતદેહમાંથી વિશેરા FSLમાં મોકલવામાં આવ્યા જ્યારે 8માં ધોરણની વિદ્યાર્થિનીનું અચાનક મોત થવાને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ સાથે વિદ્યાર્થિનીના મૃતદેહનો પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે તેના શરીરના વિશેરાને પણ FSLમાં મોકલવામાં આવ્યા છે. જેને લઈને હવે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ વિદ્યાર્થિનીનું ખરેખર કયા કારણોસર મોત થયું છે. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીને કોઈપણ પ્રકારની બીમારી નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ વિદ્યાર્થિનીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા હતા. ત્યારે દીકરીના મોતને લઈને પરિવારજનો પણ ચિંતિત બન્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો રાજકોટમાં 8માં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસે મોત થવાને પગલે ચકચારમાંથી જવા પામી છે. એવામાં રાજકોટ શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલા દ્વારા પણ શાળા પાસે આ ઘટના અંગોનો સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ ETV BHARAT સાથેની વાતચીત જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જ્યારે ઘટનાની જાણ અમને સ્કૂલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેના માતાપિતાને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે સ્કૂલ તંત્ર દ્વારા પણ વિદ્યાર્થfનીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કર્યા છે. આ સમગ્ર મામલે અમે સ્કૂલ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. બીજી તરફ રાજકોટની માલવિયા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.