રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે આવેલ શ્રી ભગવતસિંહજી સ્કૂલમાં મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો પાયો નાખવામાં આવ્યો હતો. જો કે હાલ આ બિલ્ડીંગ આજે ખુબ જ જર્જરીત હાલતમાં છે અને બિલ્ડિંગમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે તેમજ ચોમાસા દરમિયાન પાણી પડી રહ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.
ભગવતીજી પ્રાથમિક શાળા જે રાજાશાહી વખતમાં ભગવતીજી બાપુએ બંધાવેલી છે એમનો હેતુ શૈક્ષણિક કાર્ય બાળકોને શૈક્ષણિક વારસો મળે અને શિક્ષણ મળે તે માટે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે જૂની બિલ્ડીંગ છે અને જર્જરીત હાલતમાં છે તે શાળાની મુલાકાત દરમિયાન જાણવામાં આવ્યું છે. આ અંગે શાળાના આચાર્યએ પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે જેથી આ બાબતને ધ્યાનમાં લઇ ઉપલેટા શાસનાધિકારી કચેરી દ્વારા ઉપલેટા નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે અને પહેલી તકે બિલ્ડીંગ મરામત થઈ જાય એ માટે રજૂઆત કરી છે. - હિતેશ સોમૈયા, ઉપલેટાના શાસનાધિકારી
બાબતને ધ્યાનમાં લઇ તેમની તપાસ અને ચકાસણી કરી તે બિલ્ડીંગ રીનોવેશન થઈ શકે તેમ છે કે પછી નવી બનાવવાની જરૂરિયાત છે એ અંગેની કાર્યવાહી ચાલુ છે. આ સાથે જ તેમનો એક સ્થળાંતર માટેનો પ્રશ્ન છે જે બાબતે હાલ નગરપાલિકા પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. કારણ કે અન્ય શાળાઓના સમારકામની કામગીરી ચાલુ છે. છતાં આ મામલે તેમના માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થશે તો તાત્કાલિક ધોરણે તેમના માટે પ્રથમ સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. - નિલેશ ભેડા, મ્યુનિસિપલ એન્જિનિયર, ઉપલેટા
તંત્ર કરશે કામગીરી? ગોંડલ સ્ટેટના મહારાજે જે જગ્યા ઉપરથી ગોંડલ સ્ટેટમાં રહેતી દરેક દીકરીઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બનાવી શાળાની શરૂઆત કરી હતી તે બિલ્ડીંગમાં આજે છતના પોપડા પડી રહ્યા છે અને ખીલાસરીઓ પણ દેખાઈ રહી છે. આ ઉપરાંત હાલ ચોમાસુ છે ત્યારે પાણી પડી રહ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે સમારકામની કામગીરી કરી અને શાળામાં બેસતા વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આગળ તંત્ર દ્વારા કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.