ETV Bharat / state

Rajkot SGVP: રાજકોટમાં ધો-10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, માઈકનું સ્ટેન્ડ મૂકવા જતાં સ્ટેજ પર ઢળી પડ્યો

રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશ ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્પીચની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે માઈકનું સ્ટેન્ડ મૂકવા જતાં સ્ટેજ પર અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.

Rajkot SGVP
Rajkot SGVPv
author img

By

Published : Jul 3, 2023, 3:15 PM IST

Updated : Jul 3, 2023, 5:36 PM IST

માઈકનું સ્ટેન્ડ મૂકવા જતાં સ્ટેજ પર અચાનક બેભાન થઈને ઢળી પડ્યો

રાજકોટ: SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હાલ મૃતદેહ PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

અચાનક સ્ટેજ પર ઢળી પડ્યો: ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમમાં ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશુ વિન્ટુભાઈ ભાયાણી નામનો વિદ્યાર્થી પણ ભાગ લઈ રહ્યો હતો. જે દરમિયાન તે સ્ટેજ ઉપર વિવિધ તૈયારીઓ કરી રહ્યો હતો. દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો. જેને લઇને તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટએટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે.

બ્લડ સપ્લાય ઘટી જતા હાર્ટએટેક: ધોરણ 10નો વિદ્યાર્થી સ્ટેજ ઉપર ઢળી પડતો હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જ્યારે દેવાંશના પિતા ધોરાજીમાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવે છે અને તેના દાદા ભુપતભાઈ ભાયાણી સીદસર મંદિરના ટ્રસ્ટી છે. એવામાં દેવાંશનું પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે તબીબોના જણાવ્યા અનુસાર ગભરામણ બાદ બ્લડ સપ્લાય ઘટી જતા દેવાંશને હાર્ટએટેક આવ્યો હતો. જેને મેડિકલની ભાષામાં HOCM તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દેવાંશના પરિવારે આ મામલે મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી નહોતી.

ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો: આજે ઠેર ઠેર શાળા-કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ-ગોંડલ રોડ પર આવેલ રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ કાર્યક્રમ શરૂ થતા પહેલા જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો છે. બનાવ અંગે જાણ થતા પોલીસે દેવાંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

1 વર્ષમાં 5થી વધુ મોતને ભેટ્યા: રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકનું ઊંચુ પ્રમાણ સામે આવી રહ્યું છે. આ અગાઉ પણ રાજકોટમાં રેસ કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા બે જેટલા યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. જ્યારે શહેરની મારવાડી કોલેજમાં એક યુવાનનું વોલીબોલ રમતા રમતા પણ મોત થયું હતું અને આ અગાઉ એક યુવાનનું જીમમાં ગયા બાદ ઘરે પરત આવ્યા પછી હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.આમ રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ચારથી વધુ નાની ઉંમરના યુવાનો મોતને હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે. તેને લઈને ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. જ્યારે આ મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબ માની રહ્યા છે કે યુવાનોની દૈનિક જીવન પદ્ધતિ બદલાય છે અને વધુ પડતું શ્રમ પોતાના હાર્ટ ઉપર આપવાના કારણે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે.

Rajkot News: રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી થયું મોત

Rajkot News : હાર્ટ એટેકને કારણે ફરીવાર યુવાનનું અકાળે મૃત્યું, રાજકોટમાંથી ચોથો કેસ

Last Updated : Jul 3, 2023, 5:36 PM IST

For All Latest Updates

TAGGED:

Rajkot SGVP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.