રાજકોટ : રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદોમાં આવી છે. મારવાડી કોલેજના અનુસૂ ચિત જાતિના વિદ્યાર્થીને કોલેજના જ અન્ય ચાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે ઘટનામાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે કુવાડવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શિષ્યવૃત્તિ મામલે યુવકને માર મરાયો : મારવાડી કોલેજના આઇટી એન્જિનિયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દર્શિત મકવાણા નામના યુવાનને તેની સાથે જ અભ્યાસ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બહાર તેની પર હુમલો કરી તેને માર માર્યો હતો અને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કર્યો હતો. જો કે ઘટનામાં દર્શિત ગંભીર રીતે ઘવાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે બીજી તરફ રાજકોટ કુવાડવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ
ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ : મારવાડી કોલેજના સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થીનાં નામ આપ્યા છે. જે શખ્સો દ્વારા દર્શિતને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 6 મહિનાથી માથાકૂટ ચાલતી હતી. તેમજ આ વિદ્યાર્થીઓ દર્શિતને વારંવાર તેને સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ મામલે કહ્યા રાખતાં હતાં. ત્યારે આજે કોલેજ બહાર દર્શિતને ચારેય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો.
આ પણ વાંચો વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
ACP દ્વારા તપાસ શરૂ કરવામાં આવી : જયારે આ મામલે ETV BHARAT દ્વારા કુવાડવા પોલીસ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ આ મામલે ACP કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીને માર મારનાર આરોપી વિદ્યાર્થીઓ હજુ સુધી પકડાયા નથી. બીજી તરફ મારવાડી કોલેજ દ્વારા પણ આ મામલે આરોપી વિદ્યાર્થીઓના વાલીઓને બોલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય રાજકોટની મારવાડી કોલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. રાજકોટ મારવાડી કોલેજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને ચાર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાની ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મામલાને લઇને કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.