સમગ્ર રાજ્યમાં 23 એપ્રિલના રોજ શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું, ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર પણ મતદાન યોજાયું હતું. રાજકોટ જિલ્લામાં કુલ 63.14 ટકા જેટલું મતદાન યોજાયું હતું. મતદાન યોજાયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા મતદાનમાં ઉપયોગમાં લેવાય. EVM અને VVPAT મશીનો શહેરની ભાગોળે આવેલી કણકોટ એન્જીનીયર કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગરુમમાં ખસેડવામાં આવ્યા હતા.
![rjt](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3094274_rajkot.jpg)
જ્યાં ચૂંટણી અધિકારીની હાજરીમાં આજે સ્ટ્રોંગરુમને સીલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ સહિતના 10 જેટલા ઉમેદવારોનું ભાવિ આ સ્ટ્રોંગરુમ ખાતે મુકવામાં આવેલા મશીનોમાં સીલ છે. જે આગામી 23 મેના રોજ ખુલશે.